Posts

શયદાની વાર્તા પરથી બની છે ‘કરિયાવર’

Image
1948 બાદ છેક 1977 માં આ જ વાર્તા નવલકથાના મૂળ શીર્ષક સાથે રિલીઝ થાય છે, જે હતું ‘વણઝારી વાવ’ ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલીક એવી ફિલ્મો છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને લોકવાર્તાઓને પડદા પર જીવંત બનાવી ગઈ છે. એવી જ એક નોંધપાત્ર ફિલ્મ છે ‘કરિયાવર’, જે વર્ષ ૧૯૪૮માં રજૂ થઈ હતી. ચતુર્ભુજ દોશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ભાવનાને ઊંડાણથી સ્પર્શી હતી. સાગર મૂવીટોનના બેનર હેઠળ નિર્માતા ચીમનલાલ દેસાઈએ બનાવેલી આ ફિલ્મ શયદાની લોકપ્રિય વાર્તા ‘વણઝારી વાવ’ પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં પ્રેમ, વિશ્વાસ, ઈર્ષ્યા અને બલિદાન જેવા તત્વોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મની કથા એક ગામથી શરૂ થાય છે, જ્યાં નવા મંદિરની સ્થાપનાને લઈને એક અદ્દભુત પડકાર મૂકવામાં આવે છે — ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢનારને વિશેષ સન્માન મળશે. ગામની નિર્ભય યુવતી રાજુ (દીના સંઘવી) આ પડકાર સ્વીકારી સફળ થાય છે. રાજુની હિંમતથી પ્રસન્ન થયેલા નાગદેવતા તેને વચન આપે છે કે જરૂર પડ્યે તે તેની મદદ માટે આવશે. આગળ કથામાં પ્રેમ અને સંઘર...

પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ

Image
 અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.  24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથ...

1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

Image
રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું.  ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મ...

ઢોલીવૂડ માટે ‘આશા’ હંમેશા અમર રહેશે

Image
માતા ગુજરાતી હોવાને લીધે આ ભાષા પરની તેમની પકડ પહેલીથી જ મજબૂત રહી છે આશા ભોંસલના નિધનથી એક યાદગાર યુગનો અંત થયો પણ તેમના ગીતો ગુજરાતી પ્રજાના દિલ-ઓ-દિમાગમાં હંમેશા અમર રહેશે. તેમના ગુજરાતી ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે કે એ સાંભળતા મન મહેકી ઉઠે. તેમનાં ગીતોમાં ફક્ત સંગીતનો જાદુ જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંબંધોની ભાવના જોડાયેલી છે. આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં. આશા ભોંસલેનો ગુજરાતી સિનેમા અને સંગીત જગત સાથેનો સંબંધ ગડથૂથીથી જોડાયેલો છે કેમ કે તેમની માતા સેવંતી (પછીથી બદલાયેલું નામ સુધામતી) એક ગુજરાતી સ્ત્રી હતા. પરિવારમાં સંગીતનો માહોલ નાનપણથી મળ્યો હોવાને લીધે શબ્દો પરની પકડ મજબૂત થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાની મા, નાની–મામા પાસેથી લોકગીતો અને હાલરડાં સાંભળીને તેમણે ગુજરાતી માટે એ...

1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

Image
આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’.  ‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા.  ‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે...

ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ ‘બે ખરાબ જણ’

Image
શોભના સમર્થ અને મોતીલાલની એકસાથે આ પહેલી ફિલ્મ હતી જેના થકી તેમની યાદગાર જોડીના પાયા નખાયા  ગુજરાતી ફિલ્મ જગતના શરૂઆતના દિવસોમાં મોટાભાગની જે ફિલ્મ બનતી એ આધ્યાત્મિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. તેમ છતાં ૧૯૩૬માં એક એવી ફિલ્મ આવી જેનો વિષય થોડો હટકે હતો. એક નાટક પર આધારિત આ ફિલ્મનું નામ હતું ‘બે ખરાબ જણ’, જે બની ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ.  દેશના રાજકારણ અને ગુજરાતી સાહિત્યમાં પાયાની ભૂમિકા ભજવનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા નાટક ‘બે ખરાબ જણ’ પરથી આ ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘બે ખરાબ જણ’ નામે બનાવવામાં આવી અને હિન્દીમાં આ ફિલ્મ ‘દો દીવાને’ ના શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ અગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે એ બનવાની શરૂઆત થઈ એ સમયમાં મોટાભાગના ફિલ્મ મેકર ગુજરાતી અને હિન્દી ભાષામાં અલગ અલગ શીર્ષક સાથે ફિલ્મ રિલીઝ કરતાં જેથી કરીને બંને પ્રજાને આકર્ષી શકાય, અને આ ફિલ્મ પણ એ જ સ્ટ્રેટેજીનો એક ભાગ હતી. ફિલ્મ ‘બે ખરાબ જણ’ ની વાર્તા આજની તારીખમાં પણ વાસ્તવિક ઘટના હોય એવી દેખાય આવે છે, કારણ કે આ ફિલ્મની વાર્તા જનરેશન ગેપની વાત કરે છે. મોત...

ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ

Image
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે. વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.  જોકે સમય જતા કેટલાક...

1936 માં જ્યારે ‘સ્નેહલતા’ નો વાગ્યો ડંકો

Image
આ ફિલ્મના હિન્દી કરતાં ગુજરાતી વર્જનના ગીત-સંગીતનો જાદુ આજે પણ કાયમ છે. 1932 માં ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ હતી અને જે પહેલી ગુજરાતી ફિલ્મ બનીને લોકો સામે રજૂ થઈ એ હતી ‘નરસિંહ મહેતા’. જોકે આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મો કાચબાગતિએ બની રહી હતી. ‘નરસિંહ મહેતા’ ઉપરાંત 1932 માં અન્ય એક-બે ફિલ્મ રિલીઝ થાય છે અને 1933 માં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થતી. 1934 અને 1935 માં એક-એક ફિલ્મ રિલીઝ થાય છે અને છેક ચાર વર્ષે 1936 માં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. આ ચાર ફિલ્મોમાંની પહેલી ફિલ્મ એટલે ‘સ્નેહલતા’ જેનુ હિન્દી શીર્ષક હતું ‘ભારત કી બેટી’. પ્રકાશ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘સ્નેહલતા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં અલગ અલગ નામે રિલીઝ થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા વિજયશંકર ભટ્ટ અને ડિરેક્શન કર્યું હતું બળવંત ભટ્ટે. ઉલ્લેખનીય છે કે ભટ્ટ બ્રધર્સ દ્વારા 1934 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંસાર લીલા’ ની સફળતા બાદ તેમણે એ જ ફિલ્મના મુખ્ય કલાકારોને લઈને ‘સ્નેહલતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વળી એ સમયે બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થયો હોવાને લીધે ફિલ્મ નિર્માતા હ...

લોકકથા છતાં વિવાદોમાં સપડાઈ ‘શેઠ સગાળશા’

Image
જૂનાગઢથી વિસાવદર જતા બીલખા ગામે આજે પણ ચેલૈયાનો ખાંડણીયો જોવા લોકો આવી પહોંચે છે ગુજરાતી સિને જગત માટે 1960થી 1980 નો ગાળો ગોલ્ડન પિરીયડ હતો. આ સમયમાં અનેક સુપરહિટ ફિલ્મો આવી જેમાંની એક 1975 ના ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ અને વિવાદોમાં સપડાઈ પણ. આ ફિલ્મ એટલે ‘શેઠ સગાળશા’. ગુજરાતી ફિલ્મોમાં શ્રીકૃષ્ણનો રોલ કરવા માટે અતિફેમસ એવા શ્રીકાંત સોની શેઠ સગાળશાના રોલમાં અને તેમની ધર્મપત્ની ચંગાવતીના પાત્રમાં આપણને સ્નેહલતા જોવા મળે છે. આ બંને દિગ્ગજ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નારણ રાજગોર, અભય શાહ, લીલાબેન શાહ, પી. ખસરાણી, રમેશ મહેતા, મંજરી દેસાઈ અને ચેલૈયાના રોલમાં બાળ કલાકાર સમીર યાજ્ઞિક અભિનય કરતાં જોવા મળે છે.  કર્ણના અવતારસમાં શેઠ સગાળશાની લોકવાર્તા આમ તો જગજાહેર છે જે પૃથ્વીલોક પર આવી અન્નદાનની નેમ સ્વીકારે છે. બીલખાને પોતાની કર્મભૂમિ બનાવનારા આ શેઠ-શેઠાણી અન્નદાન કરી લોકચાહના તો મેળવે છે પણ નિઃસંતાન હોવાને લીધે તેમની દુનિયા ઉજ્જળ વિરાન છે. સંતાનની પ્રાપ્તિ માટે શેઠ-શેઠાણી સદાવ્રતનું આચરણ કરે છે. સમય જતા તેમના ઘેર દીકરો અવતરે છે, નામ રખાય છે ચેલૈયો. દીકરો પણ મા-બાપ જેવો જ ગુણી અને જ્ઞાની....

ઢોલીવુડમાં નવા પ્રોડ્યુસરોની થઈ રહી છે એન્ટ્રી

Image
ઇન્ડસ્ટ્રીમાં બનશે નવી ફિલ્મો, સર્જાશે રોજગાર અને દર્શકો માટે અનલિમીટેડ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી  જે પુષ્પમાં સુગંધ વધારે હોય ત્યાં ભમરાઓને આવતા વાર ન લાગે અને આવું જ કાંઈક હવે ઢોલીવુડ સાથે થઈ રહ્યું છે. ગયા વર્ષે 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ઘણા નવા પ્રોડ્યુસર્સ ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે અને નવા નવા પ્રોજેક્ટોની જાહેરાત કરી રહ્યાં છે, જે ગુજરાતી સિનેમા જગત માટે એક સારી ઘટના કહી શકાય એમ છે. સૌથી પહેલા વાત કરીએ તો ગયા વર્ષે એઇજેઇ - ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક ભવ્ય શોનું આયોજન કરીને અંદાજે 27 ગુજરાતી ફિલ્મો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંની કેટલીક ફિલ્મોના નામ કાસ્ટ સહિત જાહેર કરાયા હતા. આ 27 ફિલ્મોમાં 'ધમપછાડા', 'અંતરાલ', 'અબ્બા ડબ્બા જબ્બા' જેવી ફિલ્મોના નામ સામેલ હતા જેમાં આકાશ ઝાલા, શેખર શુક્લ, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, હેમાંગ દવે જવા કલાકારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે દરેક ફિલ્મ અંદાજે એક કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે અને આ 27 ફિલ્મો આવતા ત્રણ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે જેમ...

‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ને સાર્થક કરે છે ફિલ્મ ‘ક ખ ગ ઘ’

Image
બાળ વિવાહ અને બાળકીઓના ભણતરને કેન્દ્રસ્થાને રાખીને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીને હજુ વાર છે પણ ઢોલીવુડે કદાચ આ ઉજવણી ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરી લાગે છે. ગયા અઠવાડિયે, આ અઠવાડિયે અને હજુ આવતા અઠવાડિયે જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે એ મહિલા કેન્દ્રિત સામાજિક મુદ્દા ઉપર બની છે. ગયા અઠવાડિયે લવ જેહાદના સામાજિક મુદ્દા પર બનેલી 'બેહદ્' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી તો આજે બાળવિવાહ અને બાળ શિક્ષણ પર આધારિત ફિલ્મ 'ક ખ ગ ઘ' રિલીઝ થઈ છે.  રાજભા ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ 'ક ખ ગ ઘ' ના નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) છે અને ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટકે કર્યું છે. નિર્માતા તરીકે રાજભાની આ પહેલી ફિલ્મ છે. હિતુ કનોડિયાના પત્ની અને જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે જોવા મળે છે જ્યારે તેમની સાથે શૌનક વ્યાસ, દીપા ત્રિવેદી, ભાવિની જાની, જીતેન્દ્ર ઠક્કર, તન્વી પંડ્યા (બાળ કલાકાર), અરવિંદ વેગડા અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા પણ મહત્વપૂર્ણ કેમિયો કરતા આ ફિલ્મમાં નજરે પડશે.  ફિલ્મનું નામ 'ક ખ ગ ઘ...

લવ જેહાદની વાત કરશે ‘બેહદ્’

Image
ઢોલીવુડની આ પહેલી એવી ફિલ્મ છે જે લવ જેહાદના મુદ્દાને મોટા પડદે રજૂ કરે છે. સામાજિક મુદ્દા પર ઢોલીવુડમાં ઘણી ફિલ્મ બની છે પણ જે ગુજરાતી ફિલ્મ આજે રિલીઝ થઈ છે એ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. રાજુ ગાંધી પ્રોડક્શન હેઠળ લવ જેહાદ જેવા અતિસંવેદનશીલ વિષય પર 'બેહદ્' નામની ફિલ્મ આજે રિલીઝ થઈ છે.  અંકુશ ભટ્ટ દ્વારા દિગ્દર્શક અને ચેતન ગાંધી દ્વારા નિર્મિત ફિલ્મ 'બેહદ્' માં દાનેશ ગાંધી અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે સંજય ગોરડીયા , નિમેશ દિલીપરાય , ભૂમિકા પટેલ , ધ્રુવી સોની, ભાવેશ ખત્રી, પ્રિયંકા પટેલ અને હિતુ કનોડિયા અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની કથા અને પટકથા આલાપ ત્રિપાઠી લખી છે જ્યારે વધારાના સંવાદ રાજુ પટેલ અને વૈશાખ રાઠોડે લખ્યા છે.  સંગીતની વાત કરીએ તો ફિલ્મ 'બેહદ્' નું સંગીત અવધેશ બાબરીયા અને ઋત્વિજ પંડ્યાએ આપ્યું છે જ્યારે ગીતો દિલીપ રાવલ તથા મયુર લાલચરે લખ્યા છે. ગાયક કલાકારોમાં આપણને પિતા પુત્રની જોડી એટલે કે પાર્થ ઓઝા અને સંજય ઓઝાનો સ્વર ઉપરાંત યશ દેસાઈનો સ્વર સાંભળવા મળશે.  ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે 'સરપ્રાઈઝ' જેવી ફિલ્મ ક...

‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં

Image
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.  ‘લગન લાગી રે’  ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે. ‘લગન લાગી રે’ ની વાત કરી...

‘રાજા ભરથરી’ પર કેટલી ફિલ્મો બની છે, ખબર છે?

Image
સંત બનેલા રાજવી પર 1922-1973 સુધીમાં છ થી પણ વધારે ફિલ્મો બની છે જેનો અણસાર પણ આજની પેઢીને નહીં હોય ફિલ્મજગતમાં જ્યારે કોઈ લોકવાર્તા પરથી ફિલ્મ બનાવવામાં આવતી હોય છે ત્યારે એક ફિલ્મમેકર એને પોતાના અલગ દ્રષ્ટિકોણથી બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. અલગ અલગ ફિલ્મમેકરો દ્વારા કરાતા આ પ્રયાસને લીધે આપણને એકને એક વાર્તા અલગ અલગ અભિનેતાઓ દ્વારા વિવિધરૂપે જોવા મળે છે. ‘રાજા ભરથરી’ પણ એવી જ એક કથા છે જેના પરથી અનેક વાર અનેક ભાષામાં ફિલ્મો બનાવવામાં આવી.  મહાત્મા ગાંધી હોય, નરસિંહ મહેતા હોય, કે પછી કોઈ રાજા-મહારાજા હોય કે પછી ઈતિહાસની કોઈ ઘટના કે પ્રસંગ હોય ફિલ્મમેકર્સ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં વધારે રસ દાખવતા હોય છે. રાજા ભરથરીની લોકકથા ન માત્ર રાજસ્થાન કે ગુજરાત પણ પશ્ચિમ બંગાળથી લઈને હરિયાણા અને ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં પણ ફેલાયેલી છે.  ગુજરાતી ભાષામાં 1973 માં ‘રાજા ભરથરી’ ફિલ્મ બની એ પહેલા અંદાજે છ વાર આ જ વિષય પર ફિલ્મ બની ચૂકી હતી. શરૂઆતથી શરૂ કરીયે તો સૌથી પહેલો પ્રયાસ મૂક ફિલ્મોના સમયે જ કરી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 1922 માં શ્રીનાથ પાટણકર નામના ડિરેક...

‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

Image
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી 1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.  ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.  ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપન...

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

Image
જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના...