Posts

Showing posts with the label Padmarani

1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

Image
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી.  નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ.  નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...

બોલીવૂડની ઢોલીવૂડમાં એન્ટ્રી

Image
ગુજરાતી દર્શકોને હવે શક્તિમાન ફેમ મુકેશ ખન્ના અને દિપક તિજોરી પણ ગુજરાતી પડદે જોવા મળશે ફિલ્મ જગતનો એ ઇતિહાસ રહ્યો છે કે કોઈપણ કલાકાર માત્ર પોતાની જ ભાષામાં કામ કરીને બંધાયેલો નથી રહ્યો. દરેક કલાકાર, સંગીતકાર, નિર્દેશક, અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરતા જ હોય છે અને એવામાં ખાસ કરીને કેટલાક કલાકારો તો એવા હોય છે જે પોતાની માતૃભાષા કરતા, અન્ય ભાષાની ફિલ્મોમાં એવા પ્રસિદ્ધ થયા હોય છે કે આપણે ખરેખર એ વ્યક્તિ એ જ ભાષાની, વ્યક્તિ હશે એવું ધારી બેસતા હોઈએ છીએ. વર્ષો પહેલા ગુજરાતી સિનેજગતની વાત થતી હોય અને અભિનેત્રીનો ઉલ્લેખ આવે તો સ્નેહલતાનું નામ અચૂક યાદ આવે. ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની એક અમીટ છાપ છોડનારી સ્નેહલતા ખરેખર તો મરાઠીભાષી છે, એ વાત આજની પેઢી ભાગ્યેજ જાણે છે. ‘અખંડ સૌભગ્યવતી’ (1963), ‘રમત રમાડે રામ’ (1964), ‘કલાપી’ (1966) થી માંડી આંધળી માનો કાગળ જેવા લોકપ્રિય ગીતોને પોતાના અભિનયથી એક નવી ઓળખ આપનાર પદ્મારાણી અને તેમની બહેન સરિતા જોશી પણ મૂળ મરાઠીભાષી જ છે... અપિતુ તેઓએ મરાઠી કરતા ગુજરાતી ભાષાની ફિલ્મો અને રંગમંચ પર પોતાના જીવવાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો આપ્યો છે....

કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’

Image
સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે.  ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, ...