Posts

Showing posts with the label Shiv Shankar in Gujarati Film

ઢોલીવુડમાં મહાદેવનો મહિમા

Image
ન માત્ર ફિલ્મોમાં પણ સુગમ સંગીતમાં પણ શિવભક્તિ અતૂટ છે હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની મહિમા સૌ કોઈ ગાઈ રહ્યું છે, તો એમાં આપણું ઢોલીવૂડ કઈ રીતે પાછળ રહી જાય. ગુજરાતી સિનેમા જગતમાં ગરબાઓ જે પ્રમાણે પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે એ પ્રમાણે કાનુડાના ભજન અને મહાદેવની સ્તુતિઓ પણ એક અલગ સ્થાન ભજવે છે.  ગુજરાતી સિનેમા જગતમાં મહાદેવના જે ગીતો રચવામાં આવ્યા છે એની સંખ્યા અન્ય ભજનો અને ગરબાઓની સરખામણીમાં ઓછી જરૂરથી કહી શકાય પણ તે છતાં એ શિવ ભક્તિના ગીતોએ પોતાની છાપ છોડવામાં કોઈ કસર બાકી નથી રાખી. ન માત્ર ગુજરાતી ફિલ્મમાં પણ સુગમ સંગીતને આવરીને શિવ શંકરની ભક્તિ કરતા ગીતોની વાત કરીએ તો અનેક એવી સ્તુતિઓ છે જેને આપણે કાયમ ગણગણતા રહીએ છીએ. સૌથી પહેલા ગુજરાતી ફિલ્મોમાં જ વાત કરીએ તો ‘માનવીની ભવાઈ’ ફિલ્મ જે 1993 માં આવી હતી, આ ફિલ્મ જોનારા લોકો જાણતા જ હશે કે આ ફિલ્મની શરૂઆત જ ભગવાન ભોળાનાથના એક ગીતથી કરવામાં આવે છે જેમાં તેમને જટાડા જોગંદર તરીકે સંબોધવામાં આવે છે. આ ગીત, પ્રાર્થનામાં ત્રિપુરારીને સુક્કીભટ્ટ થયેલી ધરતી પર વરસાદ વરસાવવાની વિનંતી કરવામાં આવે છે અને આ ફિલ્મની આખી વાર્ત...