એક રાતમાં બનતી બે ઘટનાની કહાણી એટલે ‘અજબ રાતની ગજબ વાત’
આરોહી પટેલના વનલાઇનર્સ અને ભવ્ય ગાંધીના રોમાન્સથી ભરપૂર છે નવોદિત ડિરેક્ટર પ્રેમ ગઢવીની આ ફિલ્મ દરેક ફિલ્મમેકર એમ ઈચ્છતો હોય છે કે એ પોતે એવી ફિલ્મ બનાવે જે લોકોને આકર્ષે અને ગમે. આ માટે તેઓ નીતનવા પ્રકાર શોધતા રહે છે. ક્યારેક કોઈ ફેમસ લોકેશન પર શૂટિંગ કરી આવે, તો ક્યારેક કોઈક મોટા આર્ટિસ્ટનો કેમિયો કરાવી આપે. ઢોલીવૂડમાં આજે એવી જ એક ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં સ્ટોરી તો સારી છે જ, સાથે સાથે સારી સિનેમેટોગ્રાફી, એડિટીંગ પણ છે અને કેટલાક કલાકારોનો કેમિયો પણ છે. આ ફિલ્મના મૂળ અભિનેતા-અભિનેત્રીની જોડી પણ પહેલી જ વાર રૂપેરી પડદે જોવા મળી રહી છે. પાવરા એન્ટરટેઇનમેન્ટ નિર્મીત આ ફિલ્મનું નામ છે ‘અજબ રાતની ગજબ વાત’. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ઓરિજીલ ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી પહેલીવાર એક સાથે આ ફિલ્મ થકી જોવા મળી રહી છે. તેમના ઉપરાંત ફિલ્મમાં કોમેડીયન દીપ વૈદ્ય, આર.જે. રાધિકા બારોટ અને આર.જે. હર્ષ ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, ભરત ઠક્કર અને દિપીકા રાવલ, યશ્વી મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૂળત: આ ફિલ્મ પહેલા મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ થવાની...