1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ
નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી. નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ. નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન...