Posts

Showing posts with the label Amar Upadhyay

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

Image
અનેક જાણીતા કલાકારોએ આ વર્ષે ડેબ્યુ કરી લીધું છે અને ઘણાં એવાય છે જે આવતા વર્ષે ડેબ્યુ કરવાના છે બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે એક મહત્ત્વનું વર્ષ રહ્યું છે. વળી આ વર્ષમાં અનેક નવા ચેહરાઓએ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું છે અથવા તો કેટલાક ચહેરા એવા છે જેમણે એક લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે.  શરૂઆતથી શરૂ કરીએ તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી ત્રીજી ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ દ્વારા રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય પહેલીવાર એક સાથે મોટા પડદે જોવા મળ્યા હતા. મોટાભાગે સિરિયલો કરતાં આ બંને અભિનેતાઓને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કર્યા હતા. અમરે આ પહેલાં 2017 માં ‘આવ તારું કરી નાખું’ નામે ગુજરાતી ફિલ્મ કરી હતી જ્યારે રશ્મિ ગુજરાતી રંગમંચ પર સક્રિય રહી ચૂકી હતી. આ ફિલ્મનાા અઠવાડિયા બાદ ‘તારો થયો’ નામની ફેમિલી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, હિતેન કુમારના હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. આ પહેલા તેઓ ‘ચાંદલો’ (2023) જેવી ફિલ્મમાં અભિનય કરી ચૂક્યા હતા. મે મહિનાની નવમી તારીખે મલ્હાર ઠાકર અને વ્યોમા નંદીની ફિલ્મ ‘જય માતાજી લ...

માની મમતાને વાચા આપતી ફિલ્મ એટલે 'મોમ તને નહીં સમજાય'

Image
દમદાર ડાયલૉગ્સ અને લાગણીઓના ભાવમાં વહેતી આ વાર્તા લોકોને કેટલી સ્પર્શે છે એ જોવું રસપ્રદ રહેશે મજેદાર કોમેડી ગુજરાતી ફિલ્મ એવી ‘જયસુખ ઝડપાયો’ બનાવ્યા બાદ ડિરેક્ટર ધર્મેશ મહેતા હવે એક મજેદાર લાગણીશીલ ફિલ્મ લઈને આજે થિયેટરમાં ઉતર્યા છે. ફિલ્મનું નામ છે ‘મોમ તને નહીં સમજાય’. ફિલ્મનું આ શીર્ષક જ ફિલ્મની ઓળખ છે. આ મજેદાર ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે જેમાં નિઃસ્વાર્થપણે પોતાના પરિવાર માટે જીવતી એક માની મમતાને અને તેની લાગણીઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ માં અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈની જોડી પહેલીવાર એકસાથે જોવા મળશે. આ સાથે ફિલ્મમાં વૃતિ વાઘાણી, નમીત શાહ, હેમાંગ દવે, તેજલ વ્યાસ, અને અન્ય કલાકારો અભિનય કરતા જોવા મળશે. ધર્મેશ મહેતા દિગ્દર્શીત આ ફિલ્મમાં સચીન-જીગરનું સંગીત માણવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિદેશી પૃષ્ઠપટ પર બનેલી છે અને જાણીતા વાર્તાકાર ચી ટેંગ જો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. રશ્મિ દેસાઈ પર આલેખવામાં આવેલી આ ફિલ્મમાં તે એક માતાની ભૂમિકા ભજવી રહી છે. ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા છે અને જુવાનીના જોશમાં તેઓ પોતાના કરિય...