Posts

Showing posts with the label Oct 2025

પોંજરામાં પોપટ બોલે... પણ કેટલા ??

Image
આ ગુજરાતી લોકગીત આજે ઢોલીવૂડનું પહેલું આઇટમ સોન્ગ બનીને રજૂ થઈ રહ્યું છે જેને દર્શકો માણતા અચકાતા નથી ‘હે ગોરી લીલું પીળું પાંજરુ ઘડાઓ, કે પાંજરામાં પોપટ બોલે’... આ લોકગીત દરેક ગુજરાતી જાણતો જ હશે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગીતને અલગ અલગ સંગીતકારોને તાલબદ્ધ કરીને, અલગ અલગ ગીતકારો પાસે ગવડાવ્યું છે. તો વળી ગીતકારોએ પણ મૂળ લોકગીતનો ભાવ જાળવી રાખી કેટલાક શબ્દિક સુધારા કરી નવી કડીઓ પણ રચી છે.  હાલના સમયમાં ઢોલીવૂડમાં આ ગીતની એક નવી ધૂન સાંભળવા મળી રહી છે જેને ફિલ્મ ‘ચણિયા ટોળી’ માં સામેલ કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે આ લોકગીતમાં સુધારા વધારા કરી એને આઇટમ નંબર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને એ ગીત ગુજરાતી સિને જગતનું પહેલું આઇટમ નંબર સોન્ગ બની ગયું છે. આ આઇટમ નંબરમાં જાનકી બોડીવાલા, યસ સોની સાથે ડાન્સ કરતી જોવા મળે છે, જે યુવાઓમાં ઘણું લોકપ્રિય બની રહ્યું છે. રાકેશ બારોટ તથા જાહન્વી શ્રીમાંકરે આ ગીત ગાયું છે અને મનુ રબારીએ લખ્યું છે. તેમ છતાં ‘પાંજરામાં પોપટ બોલે’ એ લોકગીત આઇટમ નંબર બનતા પહેલા અનેકોવાર ફિલ્મો અને ગુજરાતી આલ્બમ રૂપે રજૂ થતું રહ્યું છે, જેના પર આજે આપણે નજર કરીએ....

નહીં રાજાની, નહીં રાણીની, આ વાર્તા છે અસરાનીની

Image
1980ના ગાળામાં જેમણે ઢોલીવૂડ ગજાવ્યું હતું એ અસરાની 2025ની જુલાઈમાં પોતાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કરી ગયા હતા ‘અમદાવાદનો રિક્ષાવાળો’ બસ એટલું જ કહીએ ત્યાં કિશોર કુમારનો સ્વર અને અમદાવાદના અલગ અલગ લોકેશન પર રીક્ષા હાંકતા અસરાનીનો ચહેરો યાદ આવી જાય. 1977 માં આવેલી ફિલ્મ ‘મા બાપ’ નું આ ગીત સુપરડુપરહિટ થતા તેમના માટે આજીવન ઓળખ બની જાય છે. ન માત્ર આ ગીત પણ આ ફિલ્મ જ એક હિટ ફિલ્મ હતી જેની વાર્તાથી માંડીને કલાકારોના અભિનય અને ગીતો ખૂબ જ વખણાયા હતા.  20 મી ઓક્ટોબર ના રોજ ગોવર્ધન અસરાનીએ આ ફાની દુનિયામાંથી વિદાય તો લીધી પણ તેઓ પોતાની પાછળ મૂકી ગયા છે ન માત્ર હિન્દી ફિલ્મોનો પણ ગુજરાતી ફિલ્મોનો બહુમૂલો ખજાનો. આ એક એવો ખજાનો છે જે એ સમયે તૈયાર થયો જ્યારે ગુજરાતી સિનેમા એના કપરા કહી શકાય એવા સમયમાંથી પસાર થઈ રહી હતી. 1980 ના સમયમાં ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ઉપરાંત અન્ય નવા કલાકારો પ્રવેશી ચૂક્યા હતા. મહેશ-નરેશ કનોડીયાની સાથે, હિતેન કુમાર સહિત કિરણ કુમાર, રાજીવ, અસરાની, અરુણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી ટી અને અરવિંદ પંડ્યા, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ જેવા પીઢ ક...

પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક

Image
એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું.   1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને...

દીના પાઠકનો સિક્કો આજે પણ કલાજગતમાં બોલે છે

Image
મુખ્ય અદાકારાથી માંડી ચરિત્ર અભિનય કરી પાત્રોને જીવંત કરનાર આ અદાકારાને આજની પેઢી કદાચ જાણતી પણ નહીં હોય શાહિદ કપૂરના કઝીન ભાઈ અને નસીરુદ્દીન શાહના દિકરા વિવાનનું નામ સૌ કોઈ જાણે છે પણ એના નાનીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. રત્ના પાઠક શાહ અને દીના પાઠક આજે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી રંગમંચે તથા ફિલ્મ શ્રેત્રે સક્રિય છે અને આ બંને બહેનોની મહેનતને પાંખ આપવામાં તેમની જનેતા દીના પાઠકનું ભારોભાર યોગદાન છે.  દીના પાઠક જેમનું નામ સાંભળતા જ આંખ સામે ચહેરા પર જોમ જુસ્સાની સાથે થોડો ગુસ્સો, ભાલે મોટો ચાંદલો, ગુજરાતી સાડી પહેરેલી અને મોં માંથી કડવા વેણ કાઢતી એક પ્રૌઢ સાસુ અથવા જેઠાણી દેખાઈ આવે. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં આપણે પરિવારની એક દુખીયારી વડીલ અને પવિત્ર સ્ત્રીના રૂપમાં દુર્ગા ખોટે અને નિરુપા રૉયને નિહાળી છે પણ દીના પાઠકે એ જ શ્રેણીમાં એક નવો ચીલો ચીતરીને પોતાની અદાકારીના નવા સોપાન સર કર્યા છે. ચાર માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના એક કપોળ વૈષ્ણવ કુટુંબમાં જન્મેલી દીનાએ પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે હિન્દી અને 17 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો, નાટકો અને ટીવી સિરીયલ્સ કરી છે. ...

ઢોલીવૂડમાં જામી રહ્યું છે ડાન્સનું અસ્તિત્વ

Image
ગરબાથી બહાર નીકળી હવે બોલીવૂડની જેમ જોવા મળે છે હૂક સ્ટેપ્સ અને પ્રમોશનલ સોન્ગ્સ, ટૂંક સમયમાં આઇટમ સોન્ગ્સ પણ આવે તો નવાઈ નહીં આજના ઢોલીવૂડના અનેક એવા પાસા છે જે આપણને પહેલાની ગુજરાતી ફિલ્મોમાં નહોતા જોવા મળતા. 1931 માં જ્યારે પહેલી બોલપટ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ ત્યાર બાદ ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોનો સીલસીલો શરૂ થયો હતો. એ તમામ ફિલ્મોની વાર્તા મોટાભાગે પૌરાણિક હતી. પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવતા. ગીત, સંગીત વાર્તાના હાર્દને સજીવન કરતું છતાં તેમાં નૃત્યની અછત વર્તાતી, પણ આજની ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ એવી બનતી હશે જેમાં કોઈ ડાન્સ સોન્ગ ન હોય.  જે પ્રમાણે 1935-40 અને એ પછીની ઘણી હિન્દી ફિલ્મોના ગીતો હીરો-હીરોઇન એક જ જગ્યાએ અથવા તો એક જ ઝાડની આજુબાજુ ફરતા-ફરતા પૂરૂ કરી નાખતા એ જ પ્રમાણે ઢોલીવૂડમાં પણ શરૂઆતના સમયમાં અનેક ગીતો એકને એક જગ્યાએ રહીને પતાવી દેવામાં આવતા. ગુજરાતી ફિલ્મોમાં અને ખાસ કરીને કઈ ફિલ્મથી નૃત્ય દર્શાવવાનું શરૂ થયું એ જાણવું અને શોધવું અઘરું છે, તેમ છતાં ગુજરાતી ફિલ્મોમાં ડાન્સનો ઉપયોગ કરવાનું આઝાદી પછીના ગાળામાં શરૂ થયું એમ કહી શકાય કેમ કે ‘મહેંદી રંગ લાગ્યો’ ...