Posts

Showing posts with the label Gujarati Literature

ગુજરાતી ફિલ્મો, સાહિત્ય અને સાહિત્યકારોનો સંબંધ ઘણો જૂનો છે

Image
‘પૃથિવીવલ્લભથી’ માંડી આ યાત્રા હવે ‘રેવા’ અને ‘કમઠાણ’ સુધી આવી પહોંચી છે એનો અનેરો આનંદ છે પણ આ ગતિ, કાચબાગતિ રહી છે  કોઈપણ વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને વાત કરશો તો એ વાર્તાનો તંતુ તમને કશેકના કશેક જોડાયેલો જોવા મળશે જ. એક પરિવાર, એક વ્યક્તિના સંઘર્ષની વાર્તા પહેલા પણ બનતી અને આજે પણ બને છે. એક વાર્તાને અલગ અલગ રૂપમાં કહેવાથી માત્ર તેનું પ્રારૂપ બદલાય છે અને જે-તે ફિલ્મ દ્વારા ફિલ્મમેકર્સ જનતા સુધી પહોંચાડવા માંગતા સંદેશ બદલાય છે અને આ પ્રક્રિયા માત્ર ગુજરાતી જ નહીં અપિતુ કોઈપણ ભાષાની ફિલ્મમાં જોવા મળે છે.  ગુજરાતી ફિલ્મ જગતમાં આજે અનેક એવી વાર્તાઓ જોવા મળે છે જે તદન નવી જ હોય છે. જોકે વાર્તા નવી નથી હોતી પણ તેને કહેવાનો, પ્રસ્તુત કરવાનો નજરિયો અલગ હોય છે. દાખલા તરીક કહીયે તો મહાત્મા ગાંધીની જીવની પર અનેક ફિલ્મો બની છે જેમાં તેમની કારકિર્દી અને મહાનતા બતાવવામાં આવી છે. વળી, કેટલીક ફિલ્મો ગાંધીજીના જીવન પર એવી પણ બની છે જેમાં તેમના કામકાજ પર સવાલ ખડા કરવામાં આવ્યા છે અને એક અલગ દ્રષ્ટિકોણથી ગાંધીજીને મોટા પડદા પર ચિતરવામાં આવ્યા છે.      કહેવાનો ભાવ...