Posts

Showing posts with the label Tusharika Rajyagurua

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

Image
ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે. ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (...

બોક્સઓફિસ પર નવો રેકોર્ડ બનાવશે ‘શુભચિંતક’?

Image
અત્યાર સુધી 2025માં રિલીઝ થયેલી બે ફિલ્મો ‘ઉંબરો’ અને ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ 12 કરોડ રૂપિયાથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકી છે...  ઢોલીવુડ માટે મે મહિનો ઘણો ખાસ રહ્યો છે કારણ કે આ મહિનામાં દરેક અઠવાડિયે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ જ છે. પહેલા ‘શસ્ત્ર’ ત્યારબાદ ‘જય માતાજી લેટ્સ રૉક’, પછી ‘સરપ્રાઇઝ’, પછી ‘ભ્રમ’, ‘પપ્પાનો ઇન્શ્યૉરન્સ’ અને હવે આજે આ મહિનાની છેલ્લી ફિલ્મ ‘શુભચિંતક’ રિલીઝ થઈ ચૂકી છે. માનસી પારેખ ગોહિલ તથા પાર્થિવ ગોહિલના સોલસૂત્ર બેનર હેઠળ બનેલી ‘શુભચિંતક’ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે.  કલાકારોની વાત કરીએ તો ફિલ્મ ‘શુભચિંતક’ દ્વારા મરાઠી ફિલ્મોના નામાંકિત કલાકાર સ્વપ્નિલ જોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યા છે. માનસી અને સ્વપ્નિલ સાથે આ ફિલ્મમાં વિરાફ પટેલ, દિપ વૈદ્ય, તુષારિકા રાજ્યગુરુ, મોરલી પટેલ, મેહુલ બૂચ,  નિસર્ગ ત્રિવેદી, હિતુ કનોડિયા અને અન્ય કલાકારો અભિનય કરતા જોવા મળશે. ઈશા કંસારાનો એક કેમિયો પણ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મના કેપ્ટન ઓફ ધ શીપ એટલે કે ડિરેક્ટર તરીકેની જવાબદારી નિસર્ગ વૈદ્યે નિભાવી છે જેમણે ‘હરિ ઓમ હરિ’ ડિરેક્ટ કરી હતી. ફિલ્મ ‘શુભચ...