Posts

Showing posts with the label Kanha

દેશભક્તિ અને કૃષ્ણભક્તિ માટે રેડી છો ને?

Image
આ બંને પ્રકારના ગીતોની સંખ્યા ફિલ્મો કરતાં સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં અઢળક છે આપણા છેલ્લા લેખમાં આપણે મહાદેવ અને તેમના ગુજરાતી ગીતોની વાત કરી હતી અને આજે એ જ ગીતોનો ઝોન પકડીને વાત કરીશું શ્રીકૃષ્ણ અને દેશભક્તિના ગીતોની. આજે આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે. આ બંને તહેવારોના ઉપલક્ષમાં ગુજરાતી સંગીતની જો વાત કરીએ તો એ એક સામાન્ય માણસને ઝૂમતા કરી દે એવી તાકાત ધરાવે છે. સૌથી પહેલા દેશભક્તિ ગીતોની જ વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોમાં દેશભક્તિ ગીતો ભાગ્યે જ આપણને જોવા અને સાંભળવા મળે છે. વળી એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી પણ છે કે દેશભક્તિ એટલે માત્ર 15મી ઑગસ્ટે કે 26મી જાન્યુઆરીએ દેશના ગુણગાણ ગાઓ એમાં નથી પણ ફિલ્મોના માધ્યમે એ દેશભક્તિ છે જેમાં રાજા-રજવાડા પોતાની મા ભોમ માટે કુર્બાની આપતા ખચકાતા નથી. કહેવાતી દેશભક્તિ પ્રત્યે જાગૃતતા ફેલાવતી હોય એવી ગુજરાતી ફિલ્મો ઘણી ઓછી બનાવવામાં આવી છે. તેમ છતાં કેટલીક ફિલ્મોની વાત કરીએ તો 1975 માં એક ફિલ્મ આવી હતી જેનું શીર્ષક હતું ‘વીર ચાંપરાજ વાળો’. મહેન્દ્ર કપૂર તથા સુલોચના વ્યાસના સ્વરમાં...