ગુજરાતી ફિલ્મોની મેકિંગ આજે સ્ટુડિયોમાંથી બહાર નીકળીને લાઇવ લોકેશન પર પહોંચી ગઈ છે
રેવા અને ચાલ જીવી લઈએ ભારતના કેટલાક રાજ્યોમાં જઈને શૂટિંગ કરી આવી છે જ્યારે ચબૂતરો અને હું તારી હીર જેવી ફિલ્મો શૂટિંગ માટે વિદેશયાત્રા કરી આવી છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. સિરીયલ્સથી માંડીને ફિલ્મો કઈ રીતે બને છે, એક્ટર, એક્ટ્રેસ કઈ રીતે કામ કરે છે, એક ગીતના નિર્માણ પાછળ કે એક સીન શૂટ કરવા પાછળ કેટલા લોકોની મહેનત લાગે છે, ફિલ્મ મેકિંગ દરમ્યાન ફિલ્મની આખી ક્રૂ વચ્ચે, કલાકારો વચ્ચે કેવા હસી મજાક થાય છે, કયા યાદગાર કિસ્સાઓ બને છે, તો ક્યાં કોઈની સાથે વાદ-વિવાદ થાય છે, એવી અનેકાનેક વાતો જાણવાનો લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. ફિલ્મ કે વેબ સિરીઝના નિર્માણની વાત કરીયે તો એ એક જટિલ પણ ક્રિએટીવ પ્રક્રિયા છે. અહીં સૌથી પહેલા લેખક પોતાના મનની વાત કાગળ પર ઉતારી એક વાર્તાને જન્મ આપે છે. ડિરેક્ટર એ વાર્તાનું સંવર્ધન કરી એનો સંપૂર્ણ ઘાટ ઘડે છે, જ્યારે નિર્માણકર્તા એ વાર્તાને પોષે છે. અભિનેતાઓ એ વાર્તાને પોતાના જીવનનું સત્ય સમજી એને પડદા પર નિભાવે છે અને છેવટે પ્રેક્ષકવર્ગ એ વાર્તા કહેવાનો ઉદ્દેશ આત્મસાદ કરી એને વધાવી લેય છે. આજ...