Posts

Showing posts with the label Patriotic Gujarati Film

અનેક ફિલ્મોનો સંગમ એટલે 'મારા દેશની ધરતી'

Image
દેશભક્તિ સાથે પારિવારિક મૂલ્યોને દર્શાવે છે આ ફિલ્મ બોલિવૂડમાં દેશ ભક્તિને વર્ણવતી અનેક ફિલ્મો છે પણ ઢોલીવૂડમાં ભાગ્યે જ આ વિષય પર ફિલ્મો બની છે. ગુજરાતની ગ્રામ્ય પ્રજાને ધ્યાનમાં રાખીને કેટલીક ફિલ્મો બની હતી પણ એ દેશભક્તિથી શરૂ થઈને પારિવારિક મૂલ્યો અને પ્રેમ સંબંધ પર વળી જતી હતી. સલિલ ઘોષ દ્વારા નિર્દેશિત અને ૧૯૭૦માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ 'મારા દેશની ધરતી' એવી જ એક ફિલ્મ છે. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પણ ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ પ્રેમને ખૂબ જ સુંદર રીતે વાચા આપે છે. વાસ્તવમાં ૬૦ના દાયકામાં જ્યારે શહેરીકરણ અને પાશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો હતો, ત્યારે આ ફિલ્મે લોકોને પોતાની માટી અને સંસ્કારો તરફ પાછા વળવાનો એક સશક્ત સંદેશ આપ્યો હતો. ગ્રામ્ય જીવન અને સામાજિક તાણાવાણા ધરાવતી આ ફિલ્મ ગુજરાતના એક આદર્શ અને પરંપરાગત ગામડાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં કૌટુંબિક સંબંધો, સંયુક્ત પરિવારની ભાવના અને ધરતી પુત્રો એટલે કે ખેડૂતોનો સંઘર્ષ વણાયેલો છે. નવોદિત સંગીતા જોશી અને લલિતેશ સાથે આ ફિલ્મમાં કલ્પના દિવાન, શ્રીકાંત ...