Posts

Showing posts with the label Saraswatichandra

આજના સમયને અનુરૂપ છે ‘ગુણસુંદરી’ ની વાર્તા

Image
1948 સુધીમાં ત્રણ વાર એક જ શીર્ષક સાથે બની ચૂકેલી આ ત્રણેય ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો ગુજરાતી સાહિત્ય જગતને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલકથા આપનાર ગોવર્ધનરામ ત્રિપાઠીની આ રચના અનેક કૃતિઓના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આજથી લગભગ સવા સો વર્ષ પહેલા એટલે કે 1887 માં ‘સરસ્વતીચંદ્ર’ નો પહેલો ભાગ અને 1901 માં છેલ્લો ભાગ પ્રકાશિત થયો હતો. 15 વર્ષના ગાળામાં રચાયેલી આ મહાનવલકથાનો બીજો ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ તરીકે પ્રકાશિત થયો હતો અને આ જ ભાગને ધ્યાનમાં રાખીને ગુજરાતી ફિલ્મમેકરોએ ‘ગુણસુંદરી’ નામની ફિલ્મોનું નિર્માણ કર્યું.  મોટાભાગે જ્યારે પણ આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરીયે છીએ ત્યારે 1948 માં આવેલી નિરૂપા રૉય અભિનીત ફિલ્મને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. તેમ છતાં એ વાતથી મોટાભાગની જનતા અજાણ છે કે 1948 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ પહેલા એક નહીં પણ બે વાર ‘ગુણસુંદરી’ ફિલ્મ નિર્માણ પામી ચૂકી હતી. બોલપટ ફિલ્મો શરૂ થઈ એ પહેલા 1927 માં ‘ગુણસુંદરી’ નામની ફિલ્મ બની હતી અને જ્યારે ફિલ્મોમાં વાચા ઉમેરાઈ ત્યારે એટલે કે સવાક્ ફિલ્મકાળમાં એ ...