Posts

Showing posts with the label Sept 2024

વિજ્ઞાનથી પરિપૂર્ણ છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા

Image
સાઉન્ડ રેકોર્ડિંગ, ક્રોમા, સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી ફિલ્મની સુંદરતામાં વધારો કરવામાં મદદ મળી રહે છે દર્શકોને ફિલ્મ જોવામાં અને માણવામાં જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ એક ફિલ્મ મેકરને ફિલ્મ બનાવવામાં અને એની તમામ પ્રક્રિયામાં સામેલ થવાથી આવે છે. ફિલ્મ મેકિંગની પ્રક્રિયા જટિલ તો છે પણ સાથે સાથે કંઈક નવીનતમ કાર્ય કરવા માટે પણ પ્રેરે છે. એક જ વાર્તાને અલગ અલગ દ્રષ્ટિકોણથી કહેવાની દરેક વાર્તાકાર અને ડિરેક્ટરની ખાસિયત હોય છે. વળી, ફિલ્મ મેકિંગમાં એવી ઘણી નાની-નાની કાર્યપ્રણાલી આવરેલી હોય છે જેને સામાન્ય દર્શકવર્ગ જાણતું સુદ્ધા નથી. ટૂંકમાં કહીયે તો ફિલ્મ મેકિંગની પ્રક્રિયા વિજ્ઞાનથી પરિપૂર્ણ છે.   ઢોલીવૂડના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી ભારતીય ફિલ્મ મેકિંગની વાત કરીયે તો આઝાદી પહેલાની ખાસ કરીને ફિલ્મ ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારની ફિલ્મો પર નજર કરતા માલૂમ થાય છે કે હીરો-હીરોઇન એક જ જગ્યાએ ઊભા રહી ગીત ગાતા. અથવા એવા ગીતો જોવા મળે છે જેમાં કલાકારોની ગીત દરમ્યાન ઓછી હલનચલન હોય. વાસ્તવમાં એ સમયે ગીત રેકોર્ડ કરવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ હોવાને લીધે આ કિમીયો ઉપયોગમાં લેવામાં આવતો....

મૂળરાજ રાજડા એટલે લેખક, અભિનેતા અને દિગ્દર્શકનો ત્રિવેણી સંગમ

Image
જેના નામમાં જ બે વાર ‘રાજ’ શબ્દ આવે છે એવા મૂળરાજ રાજડાનું પરિવાર આજે પણ ગુજરાતી કલાક્ષેત્રે સક્રિય છે  ગુજરાતી રંગભૂમિ, ચિત્રપટ, સાહિત્ય જગતમાં એવા અનેક કલાકારો અને ખ્યાતનામ હસ્તીઓ થઈ ગયા છે જેમણે નવથી પાંચ નોકરી કરવાની સાથે નાટકો અને ફિલ્મોમાં યોગદાન આપ્યું છે. મૂળરાજ રાજડા એવા જ નામાંકિત વ્યક્તિઓમાંના એક છે. આજની યુવા પેઢી કદાચ તેમને નહીં ઓળખે પણ જો રામાનંદ સાગરની આઇકોનિક સિરીયલ રામાયણને યાદ કરીએ અને એમાં પણ શાંત પ્રકૃતિ ધરાવતા જાનકીનંદન રાજા જનકને યાદ કરીયે તો મૂળરાજ રાજડાનો ચહેરો સૌથી પહેલા નજર સામે તરવરી ઉઠે.    જે પ્રમાણે બોલીવૂડમાં કપૂર ફેમિલીનું વટવૃક્ષ ફેલાયેલું છે એ જ પ્રમાણે ગુજરાતી ફિલ્મ જગતમાં રાજડા ફેમિલીનું વટવૃક્ષ ફેલાયેલું અને એ વટવૃક્ષના મૂળમાં છે મૂળરાજ રાજડા. મૂળરાજ રાજડા આમ તો મુંબઈકર કેમ કે મુંબઈમાં 1931 ની 13 નવેમ્બરના રોજ તેમનો જન્મ થયો. મૂળ તેઓ જામખંભાડિયાના. મુંબઈ યુનિવર્સિટીથી તેમણે બી.એ. વીથ ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી દેના બેન્કમાં ખાસ્સા સમય સુધી નોકરી કરી. નાટ્ય ક્ષેત્રના અનેક રસિકોની જેમ તેઓ પણ કોલેજકાળમાં અનેક નાટ્યસ્પર્ધામાં ભ...

સપ્ટેમ્બરની ગુજરાતી ફિલ્મો જોવાની મજા આવશે

Image
‘ઉડન છૂ’, ‘ઇન્ટરવ્યુ’, ‘ફ્રેન્ડો’, ‘લોચા લાપસી’ અને ‘સતરંગી રે’ ચાલુ મહિનામાં દરેક પ્રકારના ફ્લેવરનો સ્વાદ ચખાડી દેશે સપ્ટેમ્બર મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાંની એક ‘ઉડન છૂ’, ગયા અઠવાડિયે રિલીઝ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં અન્ય ચાર ફિલ્મ રિલીઝ થનાર છે. આ ચારમાંથી બે-બે ફિલ્મોની ક્લેશ પણ બે અઠવાડિયામાં થશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ પણ જોઈએ એવી બોક્સ ઓફિસ પર સફળતા મેળવી નથી શકી, જેથી સપ્ટેમ્બર મહિનામાં જે ફિલ્મો રિલીઝ થવાની છે એ કેટલી સફળ રહે છે એ જોવા જેવું રહેશે.  સૌથી પહેલા અઠવાડિયામાં ‘હાહાકાર’ અને ‘ઉડન છૂ’ વચ્ચે ક્લેશ થવાનો હતો પણ રિલીઝના કેટલાક દિવસ પહેલા જ ‘હાહાકાર’ ના મેકર્સે રિલીઝની તારીખ મોકૂફ કરી દેતા ‘ઉડન છૂ’ ને મોકળું મેદાન મળી ગયું. ‘હાહાકાર’ હવે 18 મી ઑક્ટોબરે થિયેટર્સમાં હાહાકાર કરવા આવશે. ‘ઉડન છૂ’ ની વાત કરીયે તો આ ફિલ્મે રિલીઝ થયાના બે દિવસમાં સારી એવી માઉથ પબ્લિસિટી મેળવી હતી અને બે દિવસમાં અંદાજે 50 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની આ ફિલ્મના મુખ્ય હીરો હીરોઈન...

ગુજરાતી સંગીતની આશા નભેલી છે આશા ભોસલે પર

Image
અંદાજે 450 જેટલા ફિલ્મી-નોન-ફિલ્મી ગુજરાતી ગીતો આજે પણ સાંભળવા બેસો તો મન નાચી ઉઠે છે.   ગુજરાતી ફિલ્મો અને નોન-ફિલ્મો ગીતોમાં આશા ભોસલેએ અનેક ગીતોને પોતાને કંઠ આપ્યો છે અને ફિલ્મની સફળતામાં પોતાનું બહુમૂલું યોગદાન આપ્યું છે. પોતાના ગાયિકીના કરિયરમાં તેમણે ગુજરાતી સહિત અંદાજે 14 ભાષામાં, ભિન્ન ભિન્ન પ્રકારના ગીતો ગાયા છે. આજે તેમને યાદ કરવાનું કારણ માત્ર એટલું કે રવિવારે આઠમી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ આવે છે.    1932 ની આઠમી સપ્ટેમ્બરે જન્મેલા આશા મંગેશકરે સંગીતની પ્રારંભિક તાલિમ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી લીધી હતી અને ત્યાર બાદ ¬શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસેથી લીધું હતું. 1944 માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. હિંદી ફિલ્મોમાં આશાનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે આવ્યું હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અ...