Posts

Showing posts with the label Social Media

ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ શરૂ થઈ જાય છે પબ્લિસિટી

Image
મફતિયા ડિજીટલ પ્લેટફોર્મનો ભરપૂર લાભ લઈને ફિલ્મની પડદા પાછળની મસ્તી અને કામકાજને લોકો સુધી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભાષાની ફિલ્મ માટે આજે સામાન્ય જનમાનસ સુધી વહેલામાં વહેલી તકે પહોંચવા ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે. વળી આ માધ્મય જોવા જઈએ તો સસ્તો અને ઝડપી પણ છે. તેમ છતાં તેની કેટલીક મર્યાદા, અગવડતાઓ પણ છે. એવામાં પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શું આ ડિજીટલ માધ્યમથી ફિલ્મનું જે વણમાંગ્યું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એ યોગ્ય છે ખરું કે એ જાણી જોઈને કરવામાં આવે છે? વળી મફતિયા એવા સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટી માટે કેટલો ફાયદાકારક છે? આજની તારીખમાં રિલીઝ થતી મોટાભાગની ગુજરાતી ફિલ્મો અમદાવાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવે છે. વળી કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જઈને શૂટ કરવામાં આવતી હોય છે અથવા તો એક અલાયદો સેટ ઉભો કરવામાં આવે છે, જેથી કરીને ફિલ્મ મેકિંગના ખર્ચા પર કાપ મૂકી શકાય. જે-તે ફિલ્મો, પછી તે ગુજરાતી ફિલ્મો હોય કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની, આજે અલગ અલગ દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી રહી છે. કેટલાક ફિલ્મ મેકર્...