Posts

Showing posts with the label Khamma Mara Vira

‘માડીના જાયા’ ભાઈ-બહેનના સંઘર્ષમય જીવનની કરુણાંતિકા

Image
1976 ની સુપરહિટ ફિલ્મોમાં શુમાર થયેલી આ ફિલ્મ એના ગીતો અને અભિનય થકી આજે પણ લોકહ્યદયમાં જીવે છે રક્ષાબંધનનો તહેવાર આવે એટલે 'સોનબાઈની ચૂંદડી' ફિલ્મનું ગીત 'કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી'  અચૂક સંભળાય જ. ન માત્ર આ ગીતમાં પણ ફિલ્મમાં પણ ભાઈ-બહેનના હેતને લાગણીશીલ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે ગુજરાતી સિનેજગતમાં ભાઈ-બહેનના હેતને વર્ણવતી ફિલ્મો ઘણી ઓછી માત્રામાં બની છે અને એમાંની એક સુપરહિટ ફિલ્મ એટલે વિઠ્ઠલ પ્રોડકશનની 'માડીના જાયા' જે આવી હતી 1976 માં. 'માડીના જાયા' આ શીર્ષક સાંભળતાની સાથે માસ્ટર અલંકાર અને બિંદીયા ગોસ્વામીના ચહેરા આંખની સામે તરવરવા લાગે. બિંદીયાએ 1970-80 માં હિન્દી ફિલ્મો શરૂ કરી એના થોડા વર્ષોમાં જ એને ગુજરાતી ફિલ્મો ઓફર થવા લાગી જેમાંના શરૂઆતના તબક્કાની આ એક ફિલ્મ. ફિલ્મ 'માડીના જાયા' માં આ બંને કલાકારો ઉપરાંત અંજના, દીના પાઠક, પારો, મોના, ઉમા ધવન, પુષ્પા શાહ, પેન્ટલ, આસિત સેન, જાગીરદાર, ધુમલ, સી. એસ. દુબે અને રોમાશ શર્મા જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.  ફિલ્મની મૂળ વાર્તા ભાઈ-બહેનની જોડીની આજુબાજુ જ ફરે છે, જેણે નાનપણથ...

ખમ્મા મારા વીરા : ભાઈ-બહેનના હેતની રોચક વાર્તા

Image
સચીન અને સારિકાની આ ફિલ્મને બે મહિનામાં જ હિન્દી ભાષામાં ‘રક્ષા બંધન’ નામે રિલીઝ કરવામાં આવી હતી  થોડા દિવસ અગાઉ જ આપણે રક્ષા બંધનનો તહેવાર ઉજવ્યો અને 1976 માં આવેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વિગતવાર વાત કરી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં ભાઈ-બહેનના હેતને વાચા આપતી અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું શીર્ષક હતું ‘ખમ્મા મારા વીરા’. કે.જી. ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઉષા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરાવે છે અને ગીતો તરજ આજે પણ ગુજરાતીઓને ઘેલા કરવામાં સફળતા મેળવે છે.  બોલીવૂડની ક્યુટ જોડીમાં સ્થાન શોભાવતી સચીન પિગવાકર અને સારિકાની જોડી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી અને સત્યજીતે પણ પાયાની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની સંપૂર્ણ કાસ્ટ પર નજર કરતાં માલૂમ થાય છે કે આ ફિલ્મમાં અનેક નોન-ગુજરાતી કલાકારો હતા. સચીન, સારિકા અને સત્યજીત ઉપરાંત નઝીર હુસૈન, લલીતા પવાર, જલાલ આગા, જયશ્રી ટી., મીના ટી, જયરાજ, પ્રવીણ પોલ, મહેશ ભટ્ટ, માસ્ટર અલંકાર, બેબી પલ્લવી (અભિનેત્રી પલ્લવી જોશી), મનીષા જાગીરદાર, દુલારી અને બાપુએ અભિનય કર્યો ...