Posts

Showing posts with the label Narsinh Mehta

1936 માં જ્યારે ‘સ્નેહલતા’ નો વાગ્યો ડંકો

Image
આ ફિલ્મના હિન્દી કરતાં ગુજરાતી વર્જનના ગીત-સંગીતનો જાદુ આજે પણ કાયમ છે. 1932 માં ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ હતી અને જે પહેલી ગુજરાતી ફિલ્મ બનીને લોકો સામે રજૂ થઈ એ હતી ‘નરસિંહ મહેતા’. જોકે આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મો કાચબાગતિએ બની રહી હતી. ‘નરસિંહ મહેતા’ ઉપરાંત 1932 માં અન્ય એક-બે ફિલ્મ રિલીઝ થાય છે અને 1933 માં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થતી. 1934 અને 1935 માં એક-એક ફિલ્મ રિલીઝ થાય છે અને છેક ચાર વર્ષે 1936 માં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. આ ચાર ફિલ્મોમાંની પહેલી ફિલ્મ એટલે ‘સ્નેહલતા’ જેનુ હિન્દી શીર્ષક હતું ‘ભારત કી બેટી’. પ્રકાશ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘સ્નેહલતા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં અલગ અલગ નામે રિલીઝ થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા વિજયશંકર ભટ્ટ અને ડિરેક્શન કર્યું હતું બળવંત ભટ્ટે. ઉલ્લેખનીય છે કે ભટ્ટ બ્રધર્સ દ્વારા 1934 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંસાર લીલા’ ની સફળતા બાદ તેમણે એ જ ફિલ્મના મુખ્ય કલાકારોને લઈને ‘સ્નેહલતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વળી એ સમયે બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થયો હોવાને લીધે ફિલ્મ નિર્માતા હ...

વરસાદ પર આધારિત ગુજરાતી ગીતો યાદ છે?

Image
વરસાદ પર આધારિત ફિલ્મી ગીતો કરતા બિન-ફિલ્મી ગુજરાતી ગીતોની સંખ્યા જાજી છે હોં... આ વર્ષે મે મહિનાથી જ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હતી પણ બોલીવુડ અને ઢોલીવુડમાં વરસાદની સિઝન ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ સરસ મજાના વાતાવરણ ઉપર અનેક ગીતો પણ બનાવવામાં આવ્યા છે. આમાંના કેટલાક ગીતો તો એવા છે જે વર્ષો જૂના હોવા છતાં આજે પણ લોક હૈયે જીવતા છે. ગુજરાતી સિનેમા જગતમાં ગીતોને લઈને મોટાભાગે બે પ્રકાર જોવા મળતા હોય છે. એક છે ફિલ્મી ગીતોનો અને બીજો છે નોન ફિલ્મી ગીતો. વરસાદ પર આધારિત એવા ફિલ્મી ગીતોની સંખ્યા કરતા બિન-ફિલ્મી વરસાદી ગીતોની સંખ્યા વધારે છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. તમે પોતે પણ વધારે મહેનત કરવી પડશે ત્યારે તમને યાદ આવશે કે એવું છેલ્લું કયું વરસાદી ગીત હતું જે તમે ગુજરાતી સિનેમામાં માણ્યું હતું. કદાચ આ અંગે વધારે વિચાર કરવો પડે પણ આજની જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં ઘણી એવી ઓછી ફિલ્મો છે જેમાં વરસાદ પર આધારિત ગીતો દર્શાવવામાં આવે છે.  હજુ ગયા વર્ષે જ 22મી નવેમ્બરે ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ફિલ્મને જોતા જ આપણને ખબર પડી જાય છે કે આ ફિલ્મમાં વ...

વ્યક્તિ એક પણ એના જીવન પર ફિલ્મો બની નવથી પણ વધારે

Image
આદિકવિ નરસિંહ મહેતાના જીવન પર 1932થી 1984 સુધી લગભગ નવ ગુજરાતી ફિલ્મો બની અને દરેકે દરેક ફિલ્મ સફળ રહી, આ ઉપરાંત એમના જીવનકવન પર સિરીયલ પણ બની જે દૂરદર્શન પર પ્રસારિત થતી હિન્દી સિનેજગતની પહેલી બોલપટ ફિલ્મ તરીકે ‘આલમ આરા’ નું નામ સૌ કોઈ જાણે છે પણ ગુજરાતી સિનેમા જગતની પહેલી વહેલી બોલપટ ફિલ્મનું નામ પૂછવામાં આવે તો ઘણા જૂજ લોકોને એ ફિલ્મનું નામ ખબર હશે. આ પ્રશ્ન પૂછવાનો આશય એટલો જ કે ગુજરાતી સિનેમાજગતની પહેલી બોલપટ ફિલ્મ એક બાયોપિક હતી અને જે વ્યક્તિની જીવની, એ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી એને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણભક્ત નરસિંહ મહેતા પહેલા વહેલા એવા વ્યક્તિ બન્યા જેમના પર પહેલી ફૂલ-લેન્થ ગુજરાતી બોલપટ ફિલ્મ બનાવવામાં આવી હતી. એથી પણ વિશેષ વાત એ છે કે નરસિંહ મહેતા એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળીને ઢોલીવૂડમાં એક, બે, ત્રણ નહીં પણ અંદાજે નવ જેટલી ફિલ્મો બની છે અને એ દરેકે દરેક ફિલ્મ સફળ રહી છે.   1932ની નવમી એપ્રિલે પહેલી ગુજરાતી ફૂલ-લેન્થ બોલપટ ફિલ્મ ‘નરસિંહ મહેતા’ શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. સાગર મૂવીટોન દ્વારા બનાવ...

ગુજરાતી ફિલ્મો જોનારો વર્ગ આજે બદલાયો છે અને વાર્તા પણ બદલાઈ છે

Image
સમયાંતરે ફિલ્મોની વાર્તા હવે સંતો, નવલકથાઓ જ નહીં પણ સામાજિક મુદ્દા,  અંધશ્રદ્ધા, સસ્પેન્સ, પ્રેમ ત્રિકોણ જેવા અનેક મુદ્દાઓ પર બની રહી છે જેથી કરીને  એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય અને ફિલ્મને સફળ બનાવી શકાય ગુજરાતી ફિલ્મોની વાત કરો તો આજની યુવા પેઢીમાંથી ગણ્યા ગાઠ્યા એવા યુવાઓ મળશે જે ગુજરાતી ફિલ્મો જોતા હશે. હા, જો આ ગુજરાતી ફિલ્મો વિશે આપણે એ પેઢીને પૂછીયે જે આજે માતા-પિતા કે દાદા-દાદી બની ચૂકી છે, તો તેમની પાસેથી અદ્ભૂત ખજાનો જાણવા અને માણવા મળી શકે છે. જોકે આજે ગુજરાતી ફિલ્મોની રજૂઆત અને વાર્તા મહદઅંશે બદલાઈ ગઈ છે, તેમ છતાં આવો નજર કરીએ ગુજરાતી વાર્તાનાએ બદલાતા રૂપરંગની. ગુજરાતી ફિલ્મોના એ જૂના દિવસો યાદ કરીયે તો છેક 1932માં જવું પડે જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ “ નરસિંહ મહેતા ” રિલીઝ થઈ હતી. સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ શરૂઆત બાદ ગુજરાતી ફિલ્મોની ગાડી કાચબાગતિએ આગળ વધી રહી હતી પણ સ્વતંત્રતા સંગ્રામ અને વિશ્વયુદ્ધને લીધે કેટલાય વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો બનાવવામાં નહોતી આવી. આ મુદ્દાઓ થાડે પડ્યાના કેટલાક...