Posts

Showing posts with the label Manhar Raskapur

ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ

Image
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી  ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.  સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ ...