ખમ્મા મારા વીરા : ભાઈ-બહેનના હેતની રોચક વાર્તા
સચીન અને સારિકાની આ ફિલ્મને બે મહિનામાં જ હિન્દી ભાષામાં ‘રક્ષા બંધન’ નામે રિલીઝ કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ જ આપણે રક્ષા બંધનનો તહેવાર ઉજવ્યો અને 1976 માં આવેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વિગતવાર વાત કરી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં ભાઈ-બહેનના હેતને વાચા આપતી અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું શીર્ષક હતું ‘ખમ્મા મારા વીરા’. કે.જી. ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઉષા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરાવે છે અને ગીતો તરજ આજે પણ ગુજરાતીઓને ઘેલા કરવામાં સફળતા મેળવે છે. બોલીવૂડની ક્યુટ જોડીમાં સ્થાન શોભાવતી સચીન પિગવાકર અને સારિકાની જોડી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી અને સત્યજીતે પણ પાયાની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની સંપૂર્ણ કાસ્ટ પર નજર કરતાં માલૂમ થાય છે કે આ ફિલ્મમાં અનેક નોન-ગુજરાતી કલાકારો હતા. સચીન, સારિકા અને સત્યજીત ઉપરાંત નઝીર હુસૈન, લલીતા પવાર, જલાલ આગા, જયશ્રી ટી., મીના ટી, જયરાજ, પ્રવીણ પોલ, મહેશ ભટ્ટ, માસ્ટર અલંકાર, બેબી પલ્લવી (અભિનેત્રી પલ્લવી જોશી), મનીષા જાગીરદાર, દુલારી અને બાપુએ અભિનય કર્યો ...