Posts

Showing posts with the label Hiten Kumar

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' આજે પણ લોકપ્રિય છે

Image
જે જમાનામાં ફિલ્મોની ટિકિટ 10 થી 15 રૂપિયામાં મળતી હતી એ જમાનામાં આ ગુજરાતી ફિલ્મે 22 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જે પ્રમાણે રંગબેરંગી મોર વચ્ચે સફેદ મોર આકર્ષક દેખાઈ આવે એ જ પ્રમાણે હાલમાં રિલીઝ થઈ રહેલી નવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો વચ્ચે રી-રિલીઝ થઈ રહેલી ફિલ્મો અલગ દેખાઈ આવે છે. ગયા અઠવાડિયે હજુ 'જય કનૈયા લાલ કી' ફિલ્મ રિલીઝ થઈ હતી એની સાથે જ 1998 ની સૌથી લોકપ્રિય અને સફળ એવી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા' રી-રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે હિતેન કુમારની જ સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડુ નથી લાગતુ'  રી-રિલીઝ કરવામાં આવી હતી. ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના મુખ્ય નાયક, નાયિકા હતા હિતેન કુમાર અને  રોમા માણેક  જેમને આપણે રામ અને રાધાના પાત્રમાં અભિનય કરતા જોયા હતા. આ ઉપરાંત ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, પિંકી પરીખ, રમેશ મહેતા, સમીર રાજડા, રાજદીપ , ભૂમિકા શેઠ અને દેવેન્દ્ર પંડિતે પણ અભિનય કર્યો હતો. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ગુજરાતી ફિલ્મ જગતમાં એક એવી ફિલ્મ છે જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજના...

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

Image
ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે. ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (...

સંબંધોની સોડમ મહેકાવશે નાનખટાઈ

Image
ઢોલીવૂડની આ પહેલી એન્થોલૉજી ફિલ્મમાં મૌન પણ ઘણું બધું કહી જશે ગયા વર્ષે ઢોલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ્સો કમાલ તો નહોતી કરી શકી પણ તેના ગીત-સંગીતે લોકોના મનના તાર છેડી દીધા હતા અને એ ફિલ્મ હતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી પ્રીત સિંહ ગોહિલે જેમાં મિત્ર ગઢવી, હિતેન કુમાર, તત્સત મુનશી, દેવર્ષિ શાહ, સિદ્ધિ ઇદનાની, સૂચેતા ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા. આજ ડિરેક્ટર અને કેટલાક કલાકારો અન્ય એક ફિલ્મ લઈને આજે થિયેટરમાં આવ્યા છે જેનું શીર્ષક છે ‘નાનખટાઈ’.  ફિલ્મ ‘નાનખટાઈ’ ગુજરાતી સિનેમા જગતની પહેલી એન્થોલૉજી ફિલ્મ છે. એન્થોલૉજી એટલે એમાં ત્રણ જુદી જુદી કથાઓ જોવા મળશે અને એ દરેક વાર્તા એકબીજાથી અલગ હશે પણ એક સાથે મળીને તેઓ જીવનની મીઠાશ અને જીવનમાં સંબંધોની સોડમ કઈ રીતે મહેકી શકે છે એ વાત રજૂ કરશે. જે પ્રમાણે આ એન્થોલૉજી ફિલ્મ બનાવવામાં આવી છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કથાઓને વર્ણવવા માટે સ્ટારકાસ્ટ પણ દમદાર પસંદ કરવામાં આવી છે, જેમાંના મોટાભાગના કલાકારોની જોડી પહેલીવાર રૂપેરી પડદે જોવા મળશે. ત્રણ કથાઓમાંની પહેલી કથા રઘુવીર સિંહ ચુડાસમા...

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

Image
પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1  22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ  તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે.  ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું. સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલો...

'તારો થયો' અને 'માલિક ની વાર્તા' આવી આમને-સામને

Image
વર્ષના પહેલા મહિનાના આ બીજા ફિલ્મી ક્લેશમાં દર્શકોને મળશે એક રોમેન્ટિક ફિલ્મ અને બીજી મળશે સસ્પેન્સ કોમેડી ફિલ્મ જાન્યુઆરી 2025ના પહેલા અઠવાડિયામાં ‘વિક્ટર 303’ અને ‘કાશી રાઘવ’ ના ક્લેશ બાદ હવે ત્રીજા અઠવાડિયામાં પણ બે ફિલ્મો એકસાથે રિલીઝ થઈ રહી છે. આ બે ફિલ્મોમાંની એક ફિલ્મ હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્યની રોમેન્ટિક ફિલ્મ છે જેનું નામ છે ‘તારો થયો’ અને બીજી અનંગ દેસાઈ, મોનલ ગજ્જર, મૌલિક ચૌહાણ, રાજીવ મેહતાની ફિલ્મ છે જેનું શીર્ષક છે ‘માલિક ની વાર્તા’ જે આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે.    સૌથી પહેલા લીલા મોહન પ્રોડક્શન દ્વારા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ‘તારો થયો’ ની વાત કરીયે તો મોટી ઉંમરે કરવામાં આવતા પ્રેમના એકરારને આ ફિલ્મ સારી રીતે વ્યક્ત કરી રહી છે. સુપરસ્ટાર હિતેન કુમાર સાથે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યની જોડી મોટા પડદે જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં વ્યોમા નંદી, સની પંચોલી, સોનું ચંદ્રપાલ, રિવા રાચ્છ, નમન ગૌર, વિસ્તાપ ગોટાલા, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જીગ્નેશ મોદી અને જાન્હવી પટેલ અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. ધ...

સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય?

Image
માત્ર સંગીત જ નહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને એક વેંત ઉંચી લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવે છે શું તમે ક્યારેય ગીત સંગીત વિનાની ફિલ્મ કલ્પી શકો છો? જવાબ આપણે સૌ જાણીયે છીએ.. ના, એ શક્ય નથી. શક્યતા અને અશક્યતાની વાતને બાજુમાં મૂકી કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે આજની તારીખમાં બનતી દરેકે દરેક ફિલ્મ ગીત સંગીત વગર બનવી શક્ય નથી. ઢોલીવૂડમાં હાલમાં એવી ઘણી ફિલ્મો બની છે જે માત્ર ગીત-સંગીતને લીધે લોકોનું ધ્યાન આકર્ષી શકી છે.  વાસ્તવમાં ફિલ્મની વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને ગીતકાર ગીતોનું નિર્માણ કરતા હોય છે અને ત્યાર બાદ સંગીતકાર એને સંગીતના બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. એમાં પણ સંગીતના સૂર, તાલ, લય, વાંજિત્રોનો જોઈએ એટલો ઉપયોગ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા પડે છે. ભારતીય અને એમાં પણ ખાસ ગુજરાતી પ્રજા સંગીતઘેલી ખરી એટલે ગીત-સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય એમ નથી. તેમ છતાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ’ અને ‘રાડો’ એકપણ ગીત વગર બનેલી એવી ફિલ્મો છે જે સફળતા પામી છે. આ બંને ફિલ્મોમાં કોઈ ઓફિશ્યલ ગીત ન હોવા છતાં માત્ર ફિલ્મના થીમ મ્યુઝિકને લીધે ફિલ્મની વાર્તાને ન્યાય આપવ...

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

Image
અનેક અફવાઓને રદિયો આપીને રિલીઝ થયેલી આ મલ્ટિસ્ટારર ફિલ્મ થ્રિલર અને સસ્પેન્સનું એક નવું નજરાણું પીરસશે ગુજરાતી સિનેજગતના શરૂઆતના પાંચ મહિના ‘ડેની જીગર’થી પ્રારંભ થઈ ‘ઝમકુડી’ પર આવીને સમાપ્ત થાય છે. આ પાંચ મહિનામાં ‘ઈટ્ટા-કિટ્ટા’, ‘કસૂંબો’ અને ‘સમંદર’ જેવી અનેક નોંધનીય ફિલ્મો રિલીઝ થઈ જેણે દર્શકોને આકર્ષ્યા પણ હવે આજે ગુજરાતી સિનેજગતની એક એવી ફિલ્મ આજે રિલીઝ થઈ છે જેનું નામ ‘ ચૂપ ’ છે પણ એ ઘણું બધું કહી જવાની ક્ષમતા ધરાવે છે.  ફિલ્મ ‘ચૂપ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં હિતેન કુમાર, મોરલી પટેલ, હીના જયકિશન, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી, વિકી શાહ, મગન લુહાર, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હરીતા શાહ, બાળ કલાકાર વિશાલ ઠક્કર અને અન્ય કલાકારો જોવા મળશે. ઋષિકેશ ઠક્કર લિખીત આ વાર્તા ડી.બી. પિક્ચર્સ અને વિકાસ પટેલ દ્વારા બનાવવામાં આવી છે જેનું ડિરેક્શન નિશીથ બ્રહ્મભટ્ટે કર્યું છે. આ પહેલા ઋષિકેશ ઠક્કર ‘ચારફેરાનું ચકડોળ’ જેવી ફિલ્મ સાથે ‘વિદેશી વહું તને શું કહું’, ‘લગન કર્યા ને લોચા પડ્યા’, ‘પત્ની મારી પરમેશ્વર ને હું પત્નીનો દાસ’ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે.  ફિલ્મ ‘ચૂપ...