વ્યક્તિ એક પણ એના જીવન પર ફિલ્મો બની નવથી પણ વધારે
આદિકવિ નરસિંહ મહેતાના જીવન પર 1932થી 1984 સુધી લગભગ નવ ગુજરાતી ફિલ્મો બની અને દરેકે દરેક ફિલ્મ સફળ રહી, આ ઉપરાંત એમના જીવનકવન પર સિરીયલ પણ બની જે દૂરદર્શન પર પ્રસારિત થતી હિન્દી સિનેજગતની પહેલી બોલપટ ફિલ્મ તરીકે ‘આલમ આરા’ નું નામ સૌ કોઈ જાણે છે પણ ગુજરાતી સિનેમા જગતની પહેલી વહેલી બોલપટ ફિલ્મનું નામ પૂછવામાં આવે તો ઘણા જૂજ લોકોને એ ફિલ્મનું નામ ખબર હશે. આ પ્રશ્ન પૂછવાનો આશય એટલો જ કે ગુજરાતી સિનેમાજગતની પહેલી બોલપટ ફિલ્મ એક બાયોપિક હતી અને જે વ્યક્તિની જીવની, એ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી એને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણભક્ત નરસિંહ મહેતા પહેલા વહેલા એવા વ્યક્તિ બન્યા જેમના પર પહેલી ફૂલ-લેન્થ ગુજરાતી બોલપટ ફિલ્મ બનાવવામાં આવી હતી. એથી પણ વિશેષ વાત એ છે કે નરસિંહ મહેતા એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળીને ઢોલીવૂડમાં એક, બે, ત્રણ નહીં પણ અંદાજે નવ જેટલી ફિલ્મો બની છે અને એ દરેકે દરેક ફિલ્મ સફળ રહી છે. 1932ની નવમી એપ્રિલે પહેલી ગુજરાતી ફૂલ-લેન્થ બોલપટ ફિલ્મ ‘નરસિંહ મહેતા’ શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. સાગર મૂવીટોન દ્વારા બનાવ...