Posts

Showing posts with the label Shaktiman

વિશ્વગુરૂ અને મહારાણીમાંથી કોને પસંદ કરશો?

Image
એકબાજુ મુકેશ ખન્નાનું ડેબ્યુ છે અને બીજીબાજુ બે નૅશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી ઢોલીવૂડ માટે ઓગસ્ટ મહિનો ઘણો ખાસ રહેવાનો છે કારણ કે આ મહિનામાં ઓછામાં ઓછી પાંચ એવી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં એક થી એક ચડિયાતા અને નામાંકિત કલાકારો જોવા મળવાના છે. આ પાંચ ફિલ્મોની વાત આપણે સમયાંતરે કરશું પણ આજે વાત કરીએ એ બે ફિલ્મોની જેની આજે ટક્કર થવા જઈ રહી છે.  ઢોલીવૂડમાં આજે ‘વિશ્વગુરૂ’ અને ‘મહારાણી’ આ બે ફિલ્મ વચ્ચે ક્લેશ થઈ રહ્યો છે.  બંને ફિલ્મો એક અલગ સબ્જેક્ટને લઈને થિયેટરમાં ઉતરી છે અને આ બંને ફિલ્મોમાં તે કઈ ફિલ્મ ગુજરાતી દર્શકોને ગમશે એ જોવું રસપ્રદ રહેશે. સૌથી પહેલા વાત કરીએ ‘વિશ્વગુરૂ’ ની તો આ ફિલ્મ દ્વારા શક્તિમાન અને ભીષ્મ પિતામહ ફેમ મુકેશ ખન્ના ગુજરાતી સિનેમા જગતમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે આ ફિલ્મમાં કૃષ ભારદ્વાજ, ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનુ ચંદ્રપાલ, નિસર્ગ ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજીવ મહેતા ધર્મેશ વ્યાસ, ભાવિની જાની, સોનાલી લેલે દેસાઈ, કુરુષ દેબો, અરવિંદ વૈદ્ય અને અન્ય કલાકારો જોવા મળશે. ફિલ્મની વાર્તા અતુલ સોનાર અને કિરીટ પટેલની છે જેન...

બોલીવૂડની ઢોલીવૂડમાં એન્ટ્રી

Image
ગુજરાતી દર્શકોને હવે શક્તિમાન ફેમ મુકેશ ખન્ના અને દિપક તિજોરી પણ ગુજરાતી પડદે જોવા મળશે ફિલ્મ જગતનો એ ઇતિહાસ રહ્યો છે કે કોઈપણ કલાકાર માત્ર પોતાની જ ભાષામાં કામ કરીને બંધાયેલો નથી રહ્યો. દરેક કલાકાર, સંગીતકાર, નિર્દેશક, અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરતા જ હોય છે અને એવામાં ખાસ કરીને કેટલાક કલાકારો તો એવા હોય છે જે પોતાની માતૃભાષા કરતા, અન્ય ભાષાની ફિલ્મોમાં એવા પ્રસિદ્ધ થયા હોય છે કે આપણે ખરેખર એ વ્યક્તિ એ જ ભાષાની, વ્યક્તિ હશે એવું ધારી બેસતા હોઈએ છીએ. વર્ષો પહેલા ગુજરાતી સિનેજગતની વાત થતી હોય અને અભિનેત્રીનો ઉલ્લેખ આવે તો સ્નેહલતાનું નામ અચૂક યાદ આવે. ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની એક અમીટ છાપ છોડનારી સ્નેહલતા ખરેખર તો મરાઠીભાષી છે, એ વાત આજની પેઢી ભાગ્યેજ જાણે છે. ‘અખંડ સૌભગ્યવતી’ (1963), ‘રમત રમાડે રામ’ (1964), ‘કલાપી’ (1966) થી માંડી આંધળી માનો કાગળ જેવા લોકપ્રિય ગીતોને પોતાના અભિનયથી એક નવી ઓળખ આપનાર પદ્મારાણી અને તેમની બહેન સરિતા જોશી પણ મૂળ મરાઠીભાષી જ છે... અપિતુ તેઓએ મરાઠી કરતા ગુજરાતી ભાષાની ફિલ્મો અને રંગમંચ પર પોતાના જીવવાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો આપ્યો છે....