Posts

Showing posts with the label Rajvi Kavi Kalapi

‘કલાપી’ દ્વારા સંજીવ કુમારની થઈ હતી ઢોલીવુડમાં એન્ટ્રી

Image
બોલીવુડમાં અંદાજે પાંચ-છ વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ ઢોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ આવે છે ‘કલાપી’ અને આ ફિલ્મ હરિભાઈને એક અનોખી ઓળખ આપવામાં સફળ રહે છે અભિનયના ક્ષેત્રમાં અનેક એવા કલાકારો થઈ ગયા છે જેમણે અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરી નામના મેળવી છે. હરિહર જેઠાલાલ જરીવાલા એટલે કે સંજીવ કુમાર એક એવા ગુજરાતી કલાકાર છે જેમણે બોલીવુડની સાથે ઢોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો છે. નવમી જુલાઈએ તેમની જન્મજયંતિ આવી રહી છે. 1960થી 1985 એમ કુલ 25 વર્ષના સક્રિય ફિલ્મી સફરમાં અંદાજે 100થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કરવાની સાથે તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી છે, જેમાંની તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મની આજે આપણે વાત કરવાના છીએ.  મૂળ સુરતના એક બ્રાહ્મણ પરિવારમાં નવમી જુલાઈએ જન્મેલા હરિહરે રંગમંચથી જ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન (ઇપ્ટા) અને ઇન્ડિયન નૅશનલ થિયેટર (આઇએનટી) સાથે જોડાયેલા હરિહરે, બોલીવુડના જાણીતા અભિનેતા અને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં કપરા દિવસો જોનારા એ.કે. હંગલના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા નાટક ‘ડમરુ’ માં છ બાળકોના પિતા એવા 60 વર્ષ...