ગુજરાતી ફિલ્મો જોનારો વર્ગ આજે બદલાયો છે અને વાર્તા પણ બદલાઈ છે
સમયાંતરે ફિલ્મોની વાર્તા હવે સંતો, નવલકથાઓ જ નહીં પણ સામાજિક મુદ્દા, અંધશ્રદ્ધા, સસ્પેન્સ, પ્રેમ ત્રિકોણ જેવા અનેક મુદ્દાઓ પર બની રહી છે જેથી કરીને એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય અને ફિલ્મને સફળ બનાવી શકાય ગુજરાતી ફિલ્મોની વાત કરો તો આજની યુવા પેઢીમાંથી ગણ્યા ગાઠ્યા એવા યુવાઓ મળશે જે ગુજરાતી ફિલ્મો જોતા હશે. હા, જો આ ગુજરાતી ફિલ્મો વિશે આપણે એ પેઢીને પૂછીયે જે આજે માતા-પિતા કે દાદા-દાદી બની ચૂકી છે, તો તેમની પાસેથી અદ્ભૂત ખજાનો જાણવા અને માણવા મળી શકે છે. જોકે આજે ગુજરાતી ફિલ્મોની રજૂઆત અને વાર્તા મહદઅંશે બદલાઈ ગઈ છે, તેમ છતાં આવો નજર કરીએ ગુજરાતી વાર્તાનાએ બદલાતા રૂપરંગની. ગુજરાતી ફિલ્મોના એ જૂના દિવસો યાદ કરીયે તો છેક 1932માં જવું પડે જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ “ નરસિંહ મહેતા ” રિલીઝ થઈ હતી. સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ શરૂઆત બાદ ગુજરાતી ફિલ્મોની ગાડી કાચબાગતિએ આગળ વધી રહી હતી પણ સ્વતંત્રતા સંગ્રામ અને વિશ્વયુદ્ધને લીધે કેટલાય વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો બનાવવામાં નહોતી આવી. આ મુદ્દાઓ થાડે પડ્યાના કેટલાક...