Posts

Showing posts with the label Vijay Bhatt

1936 માં જ્યારે ‘સ્નેહલતા’ નો વાગ્યો ડંકો

Image
આ ફિલ્મના હિન્દી કરતાં ગુજરાતી વર્જનના ગીત-સંગીતનો જાદુ આજે પણ કાયમ છે. 1932 માં ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ હતી અને જે પહેલી ગુજરાતી ફિલ્મ બનીને લોકો સામે રજૂ થઈ એ હતી ‘નરસિંહ મહેતા’. જોકે આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મો કાચબાગતિએ બની રહી હતી. ‘નરસિંહ મહેતા’ ઉપરાંત 1932 માં અન્ય એક-બે ફિલ્મ રિલીઝ થાય છે અને 1933 માં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થતી. 1934 અને 1935 માં એક-એક ફિલ્મ રિલીઝ થાય છે અને છેક ચાર વર્ષે 1936 માં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. આ ચાર ફિલ્મોમાંની પહેલી ફિલ્મ એટલે ‘સ્નેહલતા’ જેનુ હિન્દી શીર્ષક હતું ‘ભારત કી બેટી’. પ્રકાશ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘સ્નેહલતા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં અલગ અલગ નામે રિલીઝ થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા વિજયશંકર ભટ્ટ અને ડિરેક્શન કર્યું હતું બળવંત ભટ્ટે. ઉલ્લેખનીય છે કે ભટ્ટ બ્રધર્સ દ્વારા 1934 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંસાર લીલા’ ની સફળતા બાદ તેમણે એ જ ફિલ્મના મુખ્ય કલાકારોને લઈને ‘સ્નેહલતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વળી એ સમયે બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થયો હોવાને લીધે ફિલ્મ નિર્માતા હ...

ઢોલીવૂડ જ નહીં બોલીવૂડના પાયામાં પણ છે ગુજરાતીઓ

Image
ભારતીય ફિલ્મ ઉદ્યોગના શરૂઆતના દિવસોથી લઈને આજ સુધી ફિલ્મ મેકર્સથી માંડીને ફાઇનૅન્સર સુધીની અનેક પડદા પાછળની જવાબદારીઓમાં ગુજરાતીઓ જ વસેલા છે ‘સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે’, ‘જય જય ગરવી ગુજરાત’ જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આવતી કાલે એટલે કે 24 મી ઑગસ્ટે જન્મજયંતિ છે જેને આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીયે છીએ. ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મો એટલે કે ઢોલીવૂડ સાથે બોલીવૂડને સાંકળીને વાત કરીયે ગુજરાતીઓનો દબદબો ફિલ્મ ક્ષેત્રના શરૂઆતી દિવસોથી રહ્યો છે.  ઢોલીવૂડ અને બોલીવૂડને સાંકળીને વાત કરીયે તો 1913માં જ્યારે ફિલ્મોનો સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે ભવિષ્યમાં આ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવનારા ગુજરાતીઓ પણ જન્મી ચૂક્યા હતા જેમણે આગળ જતા ન માત્ર ઢોલીવૂડમાં પણ બોલીવૂડમાં અનેક સફળ ફિલ્મોનું સર્જન કર્યું. ચિમનલાલ દેસાઈ, મનમોહન દેસાઈ, વિજય ભટ્ટ, બાબુભાઈ મિસ્ત્રી, ચંદુલાલ શાહ જેવા અનેક નિર્માતા-નિર્દેશકો ન માત્ર ગુજરાતી સિનેમાને અપિતુ હિન્દી ફિલ્મ જગતને પણ એકથી એક યાદગાર ફિલ્...