Posts

Showing posts with the label Umbaro

બોક્સઓફિસ કલેક્શનમાં ઢોલીવુડની ડબલ સેન્ચુરી

Image
લાલો, ચણિયા ટોળી, ઉંબરો અને અન્ય ફિલ્મોની સફળતાને લીધે વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે સફળ રહ્યું એમ ચોક્કસ કહી શકાય થોડા સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ જગતે 100 કરોડનો વકરો કર્યો હોવાની વાત કહેવામાં આવી હતી અને આ રિપોર્ટ આવ્યાના થોડા દિવસ બાદ જ ‘લાલો’ ફિલ્મે એકલા હાથે 100 કરોડથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી બતાવ્યું એટલે જોવા જઈએ તો વર્ષ 2025 ઢોલવુડ માટે ડબલ સેન્ચુરી લઈને આવ્યું છે.  વર્ષ 2025ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ‘લાલો :  શ્રીકૃષ્ણ સદા સહાયતે’ અત્યાર સુધી અંદાજિત 112 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. ભારત સિવાય આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, યુએસએ, જર્મની જેવા દેશમાં પણ રિલીઝ કરવામાં આવી છે. લાલો રિલીઝ થયાના અઠવાડિયા પછી જ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા ડિરેક્ટેડ અને યશ સોનીને ચમકાવતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ રિલીઝ થઈ હતી.  રિલીઝ થયાના શરૂઆતી દિવસોમાં જ આ ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું હતું. તેમ છતાં ફિલ્મ અંદાજે 23 કરોડ રૂપિયાનો વકરો કરી શકી હતી.  જોકે સૌ કોઈને એવી આશા હતી કે દિવાળીના સમયમાં રિલીઝ થયેલી આ ફિલ્...

આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટે છે?

Image
એક દાયકાથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી નવા વિષયો અને નવા દ્રષ્ટિકોણ તો લાવે છે પણ લોકસંસ્કૃતિથી જાણે દૂર થઈ રહી છે આજની ગુજરાતી ફિલ્મોમાં શું કશું ખૂટે છે ખરું?? જો આવો પ્રશ્ન આજના યુવાવર્ગને પૂછવામાં આવે તો તેમના મતે એક અલગ જ જવાબ આપણને જાણવા મળશે જ્યારે આ જ પ્રશ્ન જો એ વર્ગને પૂછવામાં આવે જેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અન્ય  ગુજરાતી કલાકારોની, આજની તારીખે જૂની કહેવાતી ગુજરાતી ફિલ્મો માણી છે, તો તેમના જવાબ સંપૂર્ણપણે અલગ હશે.  સૌથી પહેલા આજની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજની ગુજરાતી ફિલ્મો ચાર-પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મો કરતાં સંપૂર્ણપણે અલગ છે. આ વાતનો પુરાવો આપણને ફિલ્મોની વાર્તા, પટકથા અને નવા-નવા વિષયો સાથે થઈ રહેલા અખતરાઓને જોતા જ મળી રહે છે. જે ગુજરાતી ફિલ્મો છેલ્લા દસેક વર્ષમાં બોક્સ ઓફિસ પર ઉતરી છે તેમાની ઘણી ફિલ્મોએ આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બેઠી થવા માટે સક્ષમ કરી છે. ન માત્ર ફિલ્મના લેખક પણ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરો પણ નવા નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લોકોને નવું કોન્ટેક્ટ પીરસી રહ્યા છે.  આજની તારીખમાં જૂની કહેવતી ફિલ્મો એટલે કે ...

સાત ગુજરાતી મહિલાઓ આજે ઓળંગશે 'ઉંબરો'

Image
મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની આ ગુજરાતી રિમેક શું ગુજરાતી ફિલ્મોની પહોંચ લંડન સુધી પહોંચતી કરશે?? ‘હેલ્લારો’ અને ત્યાર બાદ ‘કમઠાણ’ રિલીઝ કર્યા બાદ અભિષેક શાહ ‘ઉંબરો’ નામની મહિલાપ્રધાન ફિલ્મને આજે સિનેમાગૃહોમાં ઉતર્યા છે. ફિલ્મ ‘ઉંબરો’ સાત એવી મહિલાઓના પહેલા લંડન પ્રવાસની વાત છે જે દરમ્યાન તેઓ પોતાની જાતને ઓળખે છે અને પોતાના સપના જીવતી થાય છે.  આજે થિયેરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉંબરો’ જે સાત મુખ્ય મહિલાઓની આજુબાજુ ફરી રહી છે એમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા અને વિનીતા જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાતેય માથાભારે અને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને લંડનની સફરે લઈ જવાની જવાબદારી વિંગ્સ ટ્રાવેલના આર્જવ ત્રિવેદી અને સંજય ગલસારના માથે રહેવાની છે. વાસ્તવમાં ફિલ્મ ‘ઉંબરો’ એ 2021 માં આવેલી મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની ગુજરાતી રિમેક છે, જે હેમંત ધોમે દ્વારા દિગ્દર્શીત હતી. ફિલ્મની વાર્તા પણ તેમણે જ નક્કી કરી હતી જેને પછીથી ઈરાવતી કર્ણીકે શબ્દરૂપ આપ્યું હતું. ગુજરાતી વર્જન ‘ઉંબરો’ માં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ ખુદ અભિષેક શાહ અ...

નવા વર્ષના પહેલા મહિનામાં રીલીઝ થશે સાત ગુજરાતી ફિલ્મો

Image
મહિલા પ્રધાનથી માંડીને હોરર કોમેડી અને એક્શન થ્રિલર ફિલ્મ્સનો આનંદ માણવા મળશે આ પહેલા જ મહિનામાં વર્ષ 2024માં કુલ 73 ફિલ્મો રિલીઝ થઈ હોવાની વાત આપણે પાછલા લેખમાં કરી હતી અને હવે નવા વર્ષ 2025 ના પહેલા જ મહિનામાં બે-ત્રણ નહીં પણ કુલ સાત અલગ અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવાની છે. આ સાત ફિલ્મોમાંથી કુલ ચાર ફિલ્મ શરૂઆતના બે અઠવાડિયામાં જ રિલીઝ થશે એટલે કે ત્રીજી અને દસમી જાન્યુઆરીએ બે-બે ફિલ્મો વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે.     સૌથી પહેલા વાત કરીયે તો વિશાલ વાડા વાલા ગયા વર્ષે ‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી ફિલ્મો લઈને આવ્યા હતા તેઓ આ વર્ષે તેમની બહુચર્ચિત ફિલ્મ ‘વિક્ટર 303’ લઈને આવ્યા છે જે આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં જગજીતસિંહ વઢેર, અંજલી બારોટ, અલીશા પ્રજાપતિ, ચેતન ધાનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અભિનય બેન્કર, કિશન ગઢવી, મયૂર સોનેજી જેવા અનેક કલાકારો જોવા મળશે. ‘સમંદર’ ની જેમ આ ફિલ્મ પણ એક્શન થ્રિલરનો અનુભવ કરાવશે, જેમાં ફરી એકવાર સંગીતની જવાબદારી કેદાર-ભાર્ગવે સંભાળી છે. ‘વિક્ટર 303’ સાથે એક અલગ પ્રકારનો વિષય લઈને દીક્ષા જોશી અને જયેશ મોરે અભિનીત ફિલ્...