Posts

Showing posts with the label Aarohi Patel

‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં

Image
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.  ‘લગન લાગી રે’  ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે. ‘લગન લાગી રે’ ની વાત કરી...

યશ-આરોહી ફરીથી આવ્યા છે બનીને ‘મીઠડા મહેમાન’

Image
‘ચાલ જીવી લઈએ’ બાદ રૂપેરી પડદે ફરીથી જોવા મળશે આ કલાકારોની જુગલબંદી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે એપ્રિલ મહિનો એક એવી ફિલ્મ લઈને આવ્યો છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના એકથી એક દિગ્ગજ કલાકારો અભિનય કરવાના છે. ફિલ્મનું ટાઈટલ છે ‘મીઠડા મહેમાન’ અને આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ, સોનાલી લેલે દેસાઈ અને ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહેલા જાણીતા રંગમંચના કલાકાર અને લેખક મિહિર રાજડા અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ચિન્મય પરમાર દ્વારા લખવામાં આવી છે અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ પહેલા ચિન્મય પરમાર બિગ બોક્સની સિરીઝની મોટાભાગની ફિલ્મો સાથે ક્રિએટિવ ડિરેક્ટર અથવા તો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, જેમાં ‘નાડી દોષ’, ‘રાડો’, ‘ત્રિશા ઓન ધ રોક્સ’, ‘ડેની જીગર’ અને ‘જગત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘મીઠડા મહેમાન’ માં રાહુલ મુંજારિયાનું સંગીત છે અને આદિત્ય ગઢવી તથા જીગરદાન ગઢવીનો સ્વર ગાયક કલાકાર તરીકે માણવા મળશે.  ફિલ્મ ‘મીઠડા મહેમાન’ ના ટ્રેલરને જોતા ખબર પડે છે કે આ ફિલ્મ ચાર અજાણ્યા લોકોની આસપ...

એક રાતમાં બનતી બે ઘટનાની કહાણી એટલે ‘અજબ રાતની ગજબ વાત’

Image
આરોહી પટેલના વનલાઇનર્સ અને ભવ્ય ગાંધીના રોમાન્સથી ભરપૂર છે નવોદિત ડિરેક્ટર પ્રેમ ગઢવીની આ ફિલ્મ  દરેક ફિલ્મમેકર એમ ઈચ્છતો હોય છે કે એ પોતે એવી ફિલ્મ બનાવે જે લોકોને આકર્ષે અને ગમે. આ માટે તેઓ નીતનવા પ્રકાર શોધતા રહે છે. ક્યારેક કોઈ ફેમસ લોકેશન પર શૂટિંગ કરી આવે, તો ક્યારેક કોઈક મોટા આર્ટિસ્ટનો કેમિયો કરાવી આપે. ઢોલીવૂડમાં આજે એવી જ એક ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં સ્ટોરી તો સારી છે જ, સાથે સાથે સારી સિનેમેટોગ્રાફી, એડિટીંગ પણ છે અને કેટલાક કલાકારોનો કેમિયો પણ છે. આ ફિલ્મના મૂળ અભિનેતા-અભિનેત્રીની જોડી પણ પહેલી જ વાર રૂપેરી પડદે જોવા મળી રહી છે. પાવરા એન્ટરટેઇનમેન્ટ નિર્મીત આ ફિલ્મનું નામ છે ‘અજબ રાતની ગજબ વાત’. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ઓરિજીલ ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી પહેલીવાર એક સાથે આ ફિલ્મ થકી જોવા મળી રહી છે. તેમના ઉપરાંત ફિલ્મમાં કોમેડીયન દીપ વૈદ્ય, આર.જે. રાધિકા બારોટ અને આર.જે. હર્ષ ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, ભરત ઠક્કર અને દિપીકા રાવલ, યશ્વી મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૂળત: આ ફિલ્મ પહેલા મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ થવાની...