Posts

Showing posts from June, 2025

દરેકે જોવા જેવી પણ પુરુષોએ સમજવા જેવી ફિલ્મ એટલે ‘જલેબી રૉક્સ’

Image
જીવનમાં આવતી જલેબી જેવી ગોળ ગોળ મૂંઝવણોને સરળ ભાષામાં વ્યક્ત કરતી આ ફિલ્મ દરેક પરિવારની છે ફિલ્મ જગતમાં 20-25 વર્ષની નાયિકા અને તેમના ઉછાળા મારતા યૌવન પર અનેક ફિલ્મો બને છે પણ જ્યારે એ જ સ્ત્રી 40-50 વર્ષની ઉંમરમાં પહોંચે ત્યારે તેના જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અથવા તો જે સપનાઓ અધૂરા રહી ગયા હોય એ પૂરા કરવા શું તેને કોઈ મર્યાદા નડે છે અથવા તો તેને શારીરિક, માનસિક, સામાજિક અને અન્ય કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ મુદ્દાને અહીં કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. આ શબ્દો છે ઢોલીવૂડના નામાંકિત ડિરેક્ટર ચિન્મય પુરોહિતના જેમણે પોતાના આ વિચારને મોટા પડદા પર રજૂ કર્યા અને લઈને આવ્યા છે ફિલ્મ ‘જલેબી રૉક્સ’.  ફિલ્મનું નામ ‘જલેબી રૉક્સ’ કેમ છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાશે કે આ ફિલ્મ જલેબી જેવી ગોળ ગોળ વાતો નથી કરતી પણ મોટી ઉંમરે પહોંચ્યા બાદ મેનોપોઝને લઈને જે સમસ્યાઓનો, જે પીડાઓનો, ભોગ સ્ત્રીઓ બને છે એને એક અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. માસિક શરૂ થતા છોકરીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતો સૌ કોઈ કરે છે પણ માસિક બંધ થ...

વરસાદ પર આધારિત ગુજરાતી ગીતો યાદ છે?

Image
વરસાદ પર આધારિત ફિલ્મી ગીતો કરતા બિન-ફિલ્મી ગુજરાતી ગીતોની સંખ્યા જાજી છે હોં... આ વર્ષે મે મહિનાથી જ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હતી પણ બોલીવુડ અને ઢોલીવુડમાં વરસાદની સિઝન ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ સરસ મજાના વાતાવરણ ઉપર અનેક ગીતો પણ બનાવવામાં આવ્યા છે. આમાંના કેટલાક ગીતો તો એવા છે જે વર્ષો જૂના હોવા છતાં આજે પણ લોક હૈયે જીવતા છે. ગુજરાતી સિનેમા જગતમાં ગીતોને લઈને મોટાભાગે બે પ્રકાર જોવા મળતા હોય છે. એક છે ફિલ્મી ગીતોનો અને બીજો છે નોન ફિલ્મી ગીતો. વરસાદ પર આધારિત એવા ફિલ્મી ગીતોની સંખ્યા કરતા બિન-ફિલ્મી વરસાદી ગીતોની સંખ્યા વધારે છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. તમે પોતે પણ વધારે મહેનત કરવી પડશે ત્યારે તમને યાદ આવશે કે એવું છેલ્લું કયું વરસાદી ગીત હતું જે તમે ગુજરાતી સિનેમામાં માણ્યું હતું. કદાચ આ અંગે વધારે વિચાર કરવો પડે પણ આજની જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં ઘણી એવી ઓછી ફિલ્મો છે જેમાં વરસાદ પર આધારિત ગીતો દર્શાવવામાં આવે છે.  હજુ ગયા વર્ષે જ 22મી નવેમ્બરે ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ફિલ્મને જોતા જ આપણને ખબર પડી જાય છે કે આ ફિલ્મમાં વ...

સંયુક્ત પરિવારના સબળા પાસાને ઉજાગર કરશે ‘જલસો’

Image
‘હાઉસફૂલ 5’ જેવી બોલીવુડની મલ્ટિસ્ટારર ફિલ્મોની આડઅસર આપણા ઢોલીવુડ પર ન પડે તો સારુ ગુજરાતી ફિલ્મ જગતમાં આજે એક મલ્ટિસ્ટારર ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘જલસો’. જૂન મહિનાની આ પહેલી ફિલ્મ પબ્લિક ફિગર અને નામાંકિત હોસ્ટ કોમલ નાહટા દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય કલાકાર તરીકે પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પહેલીવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રાજીવ રૂઈઆએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. મે મહિનામાં ‘શસ્ત્ર’ રિલીઝ થયા બાદ પૂજા જોશીની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જ્યારે ભાવિન ભાનુશાલી આ ફિલ્મ થકી ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ‘જલસો’ બાદ ભાવિનની ‘વ્હાલી’ નામની બીજી ગુજરાતી ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે જેમાં તેની સાથે માઝલ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ‘જલસો’ની વાત કરીએ તો ‘જલસો’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં પૂજા અને ભાવિન ઉપરાંત ધર્મેશ વ્યાસ, મોરલી પટેલ, સોનાલી લેલે દેસાઈ, છાયા વોરા, ઉત્સવ નાયક, નક્ષરાજ, હેમાંગ દવે, હેમંત પાંડે, ઓજસ રાવલ, મલ્હાર ઠાકર, કિરુષ દેબો (મુન્નાભાઈ એમબીબીએસમાં ડૉ. રુસ્તમનું પાત્ર બજવનાર કલાકાર), અરુણા ઈરાની, ઈશિકા શીર્ષટ, જય પટેલ, હિતેન ત...

આવનારા દિવસોમાં કઈ ફિલ્મ પર રાખશો નજર?

Image
મલ્હાર, યશ, જાનકી, ગૌરવની ફિલ્મો એક પછી એક રિલીઝ થવાની તૈયારીમાં છે મે મહિનાના પાંચ અઠવાડિયામાં છ ગુજરાતી ફિલ્મો રિલીઝ થયા બાદ હવે આ અઠવાડિયામાં વિરામ લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં હવે જે ફિલ્મો રિલીઝ થવાની છે એની માહિતી કે રિલીઝની તારીખો પણ ઓછા વત્તા પ્રમાણમાં જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મના એક ગીતમાં અને એવી ઘણીય ફિલ્મોમાં બોલીવૂડના અનેક આર્ટિસ્ટનો જમાવડો જોવા મળ્યો હતો એવી જ રીતે આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘જલસો’ માં પણ અનેક ગુજરાતી કલાકારોની ભરમાર જોવા મળશે. મૂળ તો આ ફિલ્મ પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પર આધારિત છે, જેના વિશે આપણે આવતા લેખમાં વિગતવાર વાત કરીશું.  ‘જલસો’ રિલીઝ થયા બાદ બીજી એક મલ્ટીસ્ટારર ફિલ્મની રાહ જોવાઈ રહી છે જેનું નામ છે ‘સંઘવી એન્ડ સન્સ’. આ ફિલ્મમાં મનોજ જોશી, હિતેન તેજવાની, મૌલિક ચૌહાણ, ભાવિની જાની અને અન્ય ઘણા કલાકારો જોવા મળશે. કેટલાક સમય પહેલા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી પણ ત્યાર બાદ રિલીઝની કોઈપણ માહિતી આપવામાં આવી ન હતી અને પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મને મોકૂફ કરી દેવામાં આવી હતી. મે મહિનાના છેલ...