Posts

Showing posts with the label Dadamuni of Gujarati Films

ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ એટલે અરવિંદ પંડ્યા

Image
જબડું ચિરાઈ ગયું પણ એનાથી કારિકીર્દીમાં ક્યારેય વાંધો ન આવ્યો  ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયાનું નામ સુપરસ્ટાર તરીકે આલેખવામાં આવે છે પણ તેમનાથી પણ પહેલા ગુજરાતી સિનેમા જગતમાં કોઈ સુપરસ્ટાર થઈ ગયું હોય તો તે હતા અરવિંદ પંડ્યા જેમને ગુજરાતી સિનેમા જગતના દાદા મુનિ એટલે કે અશોક કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે.  અરવિંદભાઈ જો આજે જીવતા હોત તો આજે આપણે તેમનો 102 મો બર્થ ડે ઉજવી રહ્યા હોત. 1923 માં 21 માર્ચના રોજ આણંદના ભાદરણ ગામ ખાતે તેમનો જન્મ થયો હતો. માનું નામ આનંદી બા હતું અને પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા. સમય જતા મૂળ ખંભાતનું આ પરિવાર બરોડા સ્થાયી થયું અને બરોડાની ન્યુએરા સ્કૂલમાં અરવિંદનું શાળા જીવન વીત્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ માયાનગરી મુંબઈ આવ્યા અને અહીંની પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું ત્યાંથી તેમણે સંસ્કૃત વિષયમાં ડિગ્રી મેળવી. અહીં તેઓ તેમના ભાઈ પુંઢરીકરાવ સાથે રહેતા.  સામાન્યપણે આપણે કહેતા હોઈએ છીએ કે જિંદગીમાં ક્યારે પણ, કોઈપણ શીખેલી વસ્તુ કે કલા વ્યર્થ જતી નથી. આ વાત અરવિંદ પંડ્યા મા...