Posts

Showing posts with the label Aankhe

ગુજરાતી ફિલ્મો સાથે તેની રિમેક પણ સફળ થઈ રહી છે

Image
ગુજરાતી ફિલ્મ ‘ વશ ’ ની રિમેક ‘શૈતાન’ બની પણ એ પહેલાં અનેક એવી ગુજરાતી ફિલ્મો અને નાટકો છે જેના પરથી બોલીવૂડમાં રિમેક બની અને એ સફળ પણ રહી છે ફિલ્મ મેકિંગ એક એવો વિષય છે જ્યાં કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ આંતરરાષ્ટ્રીયસ્તરે જવાની ક્ષમતા રાખે છે. એમાં પણ એકને એક વાર્તા અલગ અલગ કલાકારો સાથે ફરીથી નવા વર્જનમાં દર્શકો સામે ઘણીવાર પ્રસ્તુત કરવામાં આવે છે. એમાં પણ ફિલ્મની વાર્તા જો મેજદાર હોય તો એની રિમેક બનતા વાર નથી લાગતી પછી એ ‘દેવદાસ’ હોય કે ‘દ્રશ્યમ’. રિમેકનો આ સિલસીલો છેલ્લાં ઘણા વર્ષોથી ધમધોકાર ચાલી રહ્યો છે. હજુ ગયા અઠવાડિયે મહિલા દિને જ ગુજરાતી સુપરનેચરલ ફિલ્મ ‘ વશ ’ ની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થઈ હતી જેણે ઘણાં નોન-ગુજરાતી ભાષી દર્શકોના દિલ જીત્યા. માત્ર ‘વશ’ જ નહીં, પણ એવી અનેક ગુજરાતી ફિલ્મો છે, ગુજરાતી વાર્તા અને નાટકો છે જેના પરથી અન્ય ભાષામાં રિમેક બનાવવામાં આવી છે અને પ્રોડ્યુસરોને નફો કરાવતી રહી છે. આજે આપણે કેટલીક એવી રિમેક પર નજર કરીયે. પાછલા લેખમાં આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરી હતી જેને લગભગ 15 વર્ષમાં ત્રણ વાર બનાવવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતમાં કદા...