Posts

Showing posts with the label Upendra Trivedi

1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

Image
રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું.  ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મ...

‘રાજા ભરથરી’ પર કેટલી ફિલ્મો બની છે, ખબર છે?

Image
સંત બનેલા રાજવી પર 1922-1973 સુધીમાં છ થી પણ વધારે ફિલ્મો બની છે જેનો અણસાર પણ આજની પેઢીને નહીં હોય ફિલ્મજગતમાં જ્યારે કોઈ લોકવાર્તા પરથી ફિલ્મ બનાવવામાં આવતી હોય છે ત્યારે એક ફિલ્મમેકર એને પોતાના અલગ દ્રષ્ટિકોણથી બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. અલગ અલગ ફિલ્મમેકરો દ્વારા કરાતા આ પ્રયાસને લીધે આપણને એકને એક વાર્તા અલગ અલગ અભિનેતાઓ દ્વારા વિવિધરૂપે જોવા મળે છે. ‘રાજા ભરથરી’ પણ એવી જ એક કથા છે જેના પરથી અનેક વાર અનેક ભાષામાં ફિલ્મો બનાવવામાં આવી.  મહાત્મા ગાંધી હોય, નરસિંહ મહેતા હોય, કે પછી કોઈ રાજા-મહારાજા હોય કે પછી ઈતિહાસની કોઈ ઘટના કે પ્રસંગ હોય ફિલ્મમેકર્સ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં વધારે રસ દાખવતા હોય છે. રાજા ભરથરીની લોકકથા ન માત્ર રાજસ્થાન કે ગુજરાત પણ પશ્ચિમ બંગાળથી લઈને હરિયાણા અને ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં પણ ફેલાયેલી છે.  ગુજરાતી ભાષામાં 1973 માં ‘રાજા ભરથરી’ ફિલ્મ બની એ પહેલા અંદાજે છ વાર આ જ વિષય પર ફિલ્મ બની ચૂકી હતી. શરૂઆતથી શરૂ કરીયે તો સૌથી પહેલો પ્રયાસ મૂક ફિલ્મોના સમયે જ કરી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 1922 માં શ્રીનાથ પાટણકર નામના ડિરેક...

‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

Image
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી 1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.  ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.  ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપન...