Posts

Showing posts with the label Chhelo Divas

આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટે છે?

Image
એક દાયકાથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી નવા વિષયો અને નવા દ્રષ્ટિકોણ તો લાવે છે પણ લોકસંસ્કૃતિથી જાણે દૂર થઈ રહી છે આજની ગુજરાતી ફિલ્મોમાં શું કશું ખૂટે છે ખરું?? જો આવો પ્રશ્ન આજના યુવાવર્ગને પૂછવામાં આવે તો તેમના મતે એક અલગ જ જવાબ આપણને જાણવા મળશે જ્યારે આ જ પ્રશ્ન જો એ વર્ગને પૂછવામાં આવે જેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અન્ય  ગુજરાતી કલાકારોની, આજની તારીખે જૂની કહેવાતી ગુજરાતી ફિલ્મો માણી છે, તો તેમના જવાબ સંપૂર્ણપણે અલગ હશે.  સૌથી પહેલા આજની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજની ગુજરાતી ફિલ્મો ચાર-પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મો કરતાં સંપૂર્ણપણે અલગ છે. આ વાતનો પુરાવો આપણને ફિલ્મોની વાર્તા, પટકથા અને નવા-નવા વિષયો સાથે થઈ રહેલા અખતરાઓને જોતા જ મળી રહે છે. જે ગુજરાતી ફિલ્મો છેલ્લા દસેક વર્ષમાં બોક્સ ઓફિસ પર ઉતરી છે તેમાની ઘણી ફિલ્મોએ આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બેઠી થવા માટે સક્ષમ કરી છે. ન માત્ર ફિલ્મના લેખક પણ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરો પણ નવા નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લોકોને નવું કોન્ટેક્ટ પીરસી રહ્યા છે.  આજની તારીખમાં જૂની કહેવતી ફિલ્મો એટલે કે ...

નિર્વ્યસની + સાહિત્યપ્રેમી + ફૂડી = મલ્હાર ઠાકર

Image
‘છેલ્લો દિવસ’ મળી તો ખરી પણ એક શરત સામે હતી આ ઉપરાંત એક એવી ફિલ્મ ઓફર થઈ જે કો’ક કારણસર ન કરી શક્યો અને પછીથી એ જ ફિલ્મ બની ઢોલીવુડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ... કઈ છે એ ફિલ્મ?  જે પ્રમાણે બોલીવુડમાં કોઈ પાત્રનું નામ વિજય હોય તો અમિતાભ બચ્ચન યાદ આવે, રાહુલ હોય તો શાહરૂખ ખાન યાદ આવે એમ ઢોલીવુડમાં જો કોઈ વિકી નામ કહે તો મલ્હાર ઠાકરનું નામ અચૂક યાદ આવે. જી હા, આજે ગુજરાતી દર્શકોના લોકલાડિયા અભિનેતા અને નિર્માતા મલ્હાર ઠાકરનો જન્મદિન છે અને આજે આપણે મલ્હાર ઠાકરની કેટલીક અજાણી વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું.  આજની ગુજરાતી યુવા જનતાના મન પર મલ્હાર ઠાકરનું એકચક્રી શાસન છે. ગુજરાતના સિદ્ધપૂર ખાતે 1990માં મલ્હાર ઠાકરનો જન્મ થયો. પિતા સરકારી નોકરી કરતા જ્યારે માતા એનજીઓમાં સર્વિસ કરતા. સિદ્ધપૂરથી અમદાવાદ સ્થાયી થયેલા મલ્હારનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં થયું અને ત્યારબાદ એચ. કે. કોલેજની આર્ટ્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું. આ કોલેજમાં પણ મલ્હારે એડમિશન ખાસ એટલા માટે લીધું હતું કારણ કે અહીં જાણીતા લેખક, ડિરેક્ટર, કવિ સૌમ્ય જોશી ભણાવતા હતા અન...