ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી છે
બદલાતા સમય સાથે ફિલ્મોમાં ગરબાની રજૂઆત બદલાઈ છે ગુજરાતી ફિલ્મો નવી હોય કે જૂની એમાં ગરબાઓની રમઝટ અચૂક જોવા મળે છે. ફિલ્મ મેકર્સ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે કે ગરબાઓ થકી ફિલ્મનું પ્રમોશન કે ફિલ્મની માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીયે તો ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી કહેવાય. ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ તે સમયથી જ એ વાત જાણે ગાંઠ બાંધી લેવાઈ હતી કે ગુજરાતીઓની ઓળખ સમો કોઈપણ એક ગરબો ફિલ્મમાં હોવો જોઈએ. સમય જતા અનેક નાના-મોટા ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં કેટલાક પારંપારિક ગરબાનો ઉપયોગ કર્યો છે, તો વળી કેટલાક ફિલ્મ મેકર્સે જે-તે ગરબાની લઢણ સાચવી તેમાં પોતાની કલાનો ઉમેરો કર્યો છે. આજની ગુજરાતી ફિલ્મોમાં આજની યુવા પેઢી અને આજની જનતાને છાજે એવા ગરબાઓ તૈયાર કરવામાં આવે છે. અમૂક મોટા શહેરોમાં આજે શેરી ગરબા કે ગરબીઓના સ્થાને પોપ-મ્યુઝિક અને બોલીવૂડ સંગીતે સ્થાન લઈ લીધું છે તો વળી ગુજરાતના અમૂક ઠેકાણા એવાય છે જ્યાં પારંપારિક ગરબાની ઉજવણી આજે પણ શ્વસી રહી છે. ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ગરબાઓની વાત કરીયે તો 1949 માં આવેલી ફિલ્મ ‘મં...