Posts

Showing posts with the label Kutch Express

આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટે છે?

Image
એક દાયકાથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી નવા વિષયો અને નવા દ્રષ્ટિકોણ તો લાવે છે પણ લોકસંસ્કૃતિથી જાણે દૂર થઈ રહી છે આજની ગુજરાતી ફિલ્મોમાં શું કશું ખૂટે છે ખરું?? જો આવો પ્રશ્ન આજના યુવાવર્ગને પૂછવામાં આવે તો તેમના મતે એક અલગ જ જવાબ આપણને જાણવા મળશે જ્યારે આ જ પ્રશ્ન જો એ વર્ગને પૂછવામાં આવે જેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અન્ય  ગુજરાતી કલાકારોની, આજની તારીખે જૂની કહેવાતી ગુજરાતી ફિલ્મો માણી છે, તો તેમના જવાબ સંપૂર્ણપણે અલગ હશે.  સૌથી પહેલા આજની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજની ગુજરાતી ફિલ્મો ચાર-પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મો કરતાં સંપૂર્ણપણે અલગ છે. આ વાતનો પુરાવો આપણને ફિલ્મોની વાર્તા, પટકથા અને નવા-નવા વિષયો સાથે થઈ રહેલા અખતરાઓને જોતા જ મળી રહે છે. જે ગુજરાતી ફિલ્મો છેલ્લા દસેક વર્ષમાં બોક્સ ઓફિસ પર ઉતરી છે તેમાની ઘણી ફિલ્મોએ આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બેઠી થવા માટે સક્ષમ કરી છે. ન માત્ર ફિલ્મના લેખક પણ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરો પણ નવા નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લોકોને નવું કોન્ટેક્ટ પીરસી રહ્યા છે.  આજની તારીખમાં જૂની કહેવતી ફિલ્મો એટલે કે ...

ઢોલીવૂડની મહિલા કેન્દ્રિત ફિલ્મો વિશે જાણો છો?

Image
  ફિલ્મ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું ગણાય છે પણ મીરાબાઈ, ગુણસુંદરીથી ચાલી આવેલી આ પ્રથા આજે કચ્છ એક્સપ્રેસ અને ઝૂંપડપટ્ટી સુધી પહોંચી છે એનો આનંદ પણ અનેરો છે ગુજરાતી ફિલ્મ જગતમાં જે પ્રકારની ફિલ્મો બનતી આવી છે અને આજે જે પ્રકારની ફિલ્મો બને છે એમાં એક વાત ઘણી કોમન છે અને એ છે મહિલા કેન્દ્રિત ફિલ્મોની ઉણપ. આજે વિમેન્સ ડે નિમીત્તે આપણે એવી ફિલ્મોની વાત કરવી છે જે મહિલા કેન્દ્રિત છે. આમ તો હંમેશા પુરુષ એક્ટરને ફિલ્મનો નાયક કહેવામાં આવતો હોય છે પણ ખાસ કરીને આપણી ગુજરાતી ફિલ્મોની વાત કરીયે તો એવી કેટલીક ફિલ્મો છે જેમાં મહિલા પાત્રએ ફિલ્મના નાયકની ભૂમિકા ભજવી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું છે અને આ ટકાવારી વધારવાની તાતી જરૂરત છે. તેમ છતાં સ્ત્રીઓને કેન્દ્રસ્થાને રાખીને અલગ-અલગ સમયે બનેલી કેટલીક એવી ગુજરાતી ફિલ્મોની અહીં વાત કરીયે જેણે દર્શકોને ખરેખર ગડમથલમાં નાખી દીધા હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં અનેક મહિલા પાત્રોના જીવન પર ફિલ્મો બની છે, જેમાં મીરાબાઈ પ્રથમ સ્થાને છે. તેમ છતાં જ્યારે 1930-40મા...