Posts

Showing posts with the label Tari Ankh no Afini

એક ઐતિહાસિક ગુજરાતી ગીત અને અરવિંદ પંડ્યા વચ્ચે શું સંબંધ છે?

Image
આજની તારીખે કોઈપણ એવી ગુજરાતી મહેફિલ નહીં હોય જ્યાં એ ગીત ન ગવાતુ હોય કેમ કે વિલન પર ફિલ્માવાયેલું એ રોમેન્ટિક ગીત અજરાઅમર છે જે સમયે ભારત દેશ આઝાદીની ચળવળમાં વ્યસ્ત હતો એવા સમયે અરવિંદ પંડ્યાનો સિતારો ચમકવાનો શરૂ થયો હતો. 1946 અને 1947 માં પહેલા હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં ગાયક તથા અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. 1946 માં હિન્દી ફિલ્મ ‘માનસરોવર’ અને 1947 માં ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ કર્યા બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી.  અરવિંદ પંડ્યાના સંગીત સાથે જોડાયેલી એક વાત 1946 ની છે. આકાશવાણીમાં એ સમયે સંઘ ગાનનું એક ગ્રુપ બનાવવાનું કામ સંગીતકાર અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું હતું. અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યા કોલેજકાળના મિત્રો હતા એટલે સ્વાભાવિક છે કે અજીતભાઈ અરવિંદભાઈના સંગીતથી પરિચિત હતા અને પ્રભાવિત પણ હતા. જ્યારે અજીતભાઈને ઓલ ઇન્ડિયા રેડિયોનું કામકાજ મળ્યું ત્યારે તેમણે અરવિંદભાઈને એ પ્રોજેક્ટમાં સામેલ કર્યા. અજીતભાઈની મદદથી અરવિંદભાઈને સ્વતંત્ર કડીઓ ગાવાની તક પણ મળતી. તેમના સંગીતથી ખુદ આકાશવાણી સંગીત વિભાગના અધિકારી દિનકર રાવ પણ પ્રભાવિત થ...