Posts

Showing posts with the label Puja Joshi

'ચટણી' અને ફિરકી' નો ડબલ ડોઝ એક જ દિવસમાં

Image
એક સાથે બે મોટી ફિલ્મોના આ ક્લેશમાં દર્શકોને સો ટકા મજા આવી જવાની છે ગુજરાતી સિનેમા જગતનો વ્યાપ હવે વધ્યો છે, કલાકારોની નવી પેઢી આવી છે અને દર્શકોની અપેક્ષાઓ પણ બદલાઈ છે. એવા સમયે આજની ઓડિયન્સને કંઈક નવું પીરસવા આજે થિયેટર્સમાં એક નહીં પણ બે મોટી ગુજરાતી ફિલ્મો — ‘ચટણી’ અને ‘ફિરકી’ રિલીઝ થઈ ચૂકી છે. સૌથી પહેલા ‘ચટણી’ ની વાત કરીએ તો મલ્હાર ઠાકર અને પૂજા જોશીની આ ફિલ્મ તેમની લગ્ન પછીની પહેલી ફિલ્મ છે જેમાં તેઓ એકસાથે જોવા મળશે. આ પહેલા તેઓ ‘લગ્ન સ્પેશ્યિલ’ અને ‘વીર ઈશાનું સિમંત’ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. સામાન્યપણે ફિલ્મના ટ્રેલર રિલીઝના 15-20 દિવસ પહેલા રિલીઝ થઈ જતા હોય છે પણ આ ફિલ્મનું ટ્રેલર માત્ર અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું અને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવાયું હતું.  ‘લવની ભવાઈ’, ‘એમ મંગલમ સિંગલમ’ અને ‘લગન લાગી રે’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ પટેલના દિગ્દર્શનમાં બનેલી ‘ચટણી’ એક યુવાન એન્જિનિયરની વાત કરે છે, જે પરિવારની વર્ષો જૂની ફરસાણની પરંપરાને આગળ વધારવા માટે પોતાના કરિયરમાં જોખમો લેય છે. એટલે ફિલ્મમાં પરિવાર, પરંપરા, સંબંધો અને બદલાતા સમય વચ્ચેનો...

તહેવારોની સિઝનમાં ઢોલીવુડની બલ્લે બલ્લે

Image
આવતા પાંચ અઠવાડિયામાં એકથી એક ચડિયાતી છ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં,  દર્શકોને મળશે એન્ટરટેઇનમેન્ટનો ધમાકેદાર ડોઝ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને એ સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં ગુજરાતી ફિલ્મોની બલ્લે બલ્લે થતી જોવા મળી શકે છે કારણ કે આવનારા પાંચ અઠવાડિયામાં અંદાજે છ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આવતા અઠવાડિયે એટલે કે રક્ષાબંધનના દિવસે 'ટોમ એન્ડ ચેરી' નામની કોમેડી ડ્રામા ફેમિલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાગ પ્રપન્ન અને ધન્ય દોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ધર્મેશ મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં શાનના અવાજમાં 'પવનની લહેરમાં ઉડ્યા પંખી' ગીત સાંભળવા મળશે, જેમાં મનીષ ભાનુશાલીનું સંગીત છે અને હુમાયુ મકરાણીએ ગીતોની રચના કરી છે. ફિલ્મના મોટાભાગના ટ્રેલરમાં ટોમ અને ચેરી વચ્ચે સારી એવી હળવાશની ક્ષણો દર્શાવવામાં આવી છે પણ ટ્રેલરના અંતમાં એક એવો ટ્વિસ્ટ દર્શાવાયો છે જે ટોમ અને ચેરીના સંબંધ પર સવાલો ઊભા કરી દે છે અને એવું શા માટે થાય છે એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.  સપ્ટેમ્બર મહિનો આખો ફિલ્મોથી ભરેલો રહેવાનો...

પાંચમા મહિને પાંચ ફિલ્મોનો પંચ

Image
 અલગ અલગ જોનરની આ પાંચેય ફિલ્મો એકમેકથી ચડિયાતી હોવાને લીધે તેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની થઈ શકે છે સ્પર્ધા  છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે અટકી ગઈ હતી. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ઘણી નાની ફિલ્મો આવીને જતી રહી જેની કોઈને જાણ પણ નહોતી. પણ હવે મે મહિનાના પાંચેય અઠવાડિયામાં અલગ અલગ જોનરની પાંચ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમની વચ્ચે દર્શકોને આકર્ષવાની સ્પર્ધા સર્જાઈ શકે છે.  24 એપ્રિલે રાજા સંજય ચોકસી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘બેહરૂપિયો’ રિલીઝ થઈ હતી જેને શરૂઆતના એક અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવા ખાસી એવી મહેનત કરવી પડી હતી. પણ મે મહિનાની શરૂઆત નૅશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ના ડિરેક્ટર અભિષેક શાહની ફિલ્મથી થવા જઈ રહી છે જેનું ટાઈટલ છે ‘ધબકારો’. આ ફિલ્મમાં દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે જેને જીવનના છેલ્લા તબક્કે આવતા પોતાની ભૂલો સમજાય છે અને તેને આ તબક્કે એવી વ્યક્તિઓ મળે છે જેવો એક સમયે તેનો પોતાનો સ્વભાવ હતો. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાને દીકરા જુનૈદ ખાન સાથ...

સંયુક્ત પરિવારના સબળા પાસાને ઉજાગર કરશે ‘જલસો’

Image
‘હાઉસફૂલ 5’ જેવી બોલીવુડની મલ્ટિસ્ટારર ફિલ્મોની આડઅસર આપણા ઢોલીવુડ પર ન પડે તો સારુ ગુજરાતી ફિલ્મ જગતમાં આજે એક મલ્ટિસ્ટારર ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘જલસો’. જૂન મહિનાની આ પહેલી ફિલ્મ પબ્લિક ફિગર અને નામાંકિત હોસ્ટ કોમલ નાહટા દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય કલાકાર તરીકે પૂજા જોશી અને ભાવિન ભાનુશાલીની જોડી પહેલીવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રાજીવ રૂઈઆએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. મે મહિનામાં ‘શસ્ત્ર’ રિલીઝ થયા બાદ પૂજા જોશીની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જ્યારે ભાવિન ભાનુશાલી આ ફિલ્મ થકી ઢોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ‘જલસો’ બાદ ભાવિનની ‘વ્હાલી’ નામની બીજી ગુજરાતી ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે જેમાં તેની સાથે માઝલ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ‘જલસો’ની વાત કરીએ તો ‘જલસો’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં પૂજા અને ભાવિન ઉપરાંત ધર્મેશ વ્યાસ, મોરલી પટેલ, સોનાલી લેલે દેસાઈ, છાયા વોરા, ઉત્સવ નાયક, નક્ષરાજ, હેમાંગ દવે, હેમંત પાંડે, ઓજસ રાવલ, મલ્હાર ઠાકર, કિરુષ દેબો (મુન્નાભાઈ એમબીબીએસમાં ડૉ. રુસ્તમનું પાત્ર બજવનાર કલાકાર), અરુણા ઈરાની, ઈશિકા શીર્ષટ, જય પટેલ, હિતેન ત...

ક્ષણે ક્ષણે થઈ રહ્યો છે ‘શસ્ત્ર’ નો દુરૂપયોગ

Image
સાઇબર ફ્રોડના શિકાર થાય હોવ તો પણ અને ન થયા હોવ તો પણ આ ફિલ્મ દરેક વર્ગના નાગરિકોએ અચૂક જોવા જેવી છે આપણમાંના મોટાભાગના લોકો ક્યારેયના ક્યારેક સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હોઈશું અથવા સમાચાર પત્રોમાં આપણે સાઇબર ફ્રોડ થયો હોવાના કિસ્સા અવારનવાર વાંચ્યા કે સાંભળ્યા તો હશે જ. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઢોલીવૂડમાં પહેલીવાર સાઇબર ફ્રોડ અથવા તો સાઇબર અટેક જેવા લેટેસ્ટ અને નવીન વિષય પર શુક્રવારે નહીં પણ એક દિવસ અગાઉ એટલે કે ગુરૂવારે એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેનું શીર્ષક છે ‘શસ્ત્ર’. ગુજરાત દિન તથા મહારાષ્ટ્ર દિનના દિવસે વધારેમાં વધારે લોકો સુધી આ ફિલ્મ પહોંચે એ દ્રષ્ટિકોણથી ફિલ્મ ગુરૂવારે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં પૂજા જોશી, ચેતન ધાનાણી, શ્રેય મરડિયા, પ્રિયલ ભટ્ટ, દીપ વૈદ્ય, હેમીન ત્રિવેદી, ભૂષણ ભટ્ટ, કલ્પેશ પટેલ અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે જ્યારે કેપ્ટન ઓફ ધ શીપ એટલે કે ડિરેક્ટર તરીકેની જવાબદારી કર્તવીય (કર્તવ્ય નહીં) શાહે ભજવી છે. ફિલ્મના સંવાદ ભાર્ગવ ત્રિવેદીએ લખ્યા છે જ્યારે સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. ફિલ્મંશ મોશન પિક્ચર્સ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આ...

ઢોલીવૂડના રિલ કપલ જે બન્યા રિયલ કપલ

Image
સરિતા-પ્રવિણ જોશી, અલ્પના-મેહુલ બુચથી માંડી પ્રતિક-ભામિની ગાંધી અને મલ્હાર-પૂજાની જોડીને પ્રેક્ષકોએ ખૂબ વ્હાલ કર્યો છે   ન માત્ર બોલીવૂડ, ટોલીવૂડ, હોલીવૂડ પણ ઢોલીવૂડમાં પણ આપણને અનેક વાસ્તવિક કપલ કામ કરતા જોવા મળે છે. જોકે એવામાં હવે વધારો પણ થઈ રહ્યો છે. વિગતવાર વાત શરૂ કરીયે એ પહેલા દાખલો આપીને કહું તો હિન્દી ફિલ્મોની શરૂઆત અને તેનો ઈતિહાસ આપણે સૌ ઓછા વત્તા પ્રમાણમાં જાણીયે જ છીએ પણ ઘણા ઓછા લોકોને એ વાત ખબર છે કે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા સ્ટુડિયો ‘બોમ્બે ટૉકિઝ’ ની શરૂઆત કરનાર દેવિકા રાની અને હિમાંશુ રૉય પતિ-પત્ની જ હતા. દેવિકા રાનીના પહેલા પતિ એટલે હિમાંશુ રૉય જ્યારે હિમાંશુ રૉય માટે દેવિકા રાની બીજા પત્ની હતા. જોકે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે-તે કલાકારના લાઇફ પાર્ટનર ભલે ફિલ્મો સાથે સીધી રીતે જોડાયેલા ન હોય પણ તેમનું કોઈ સંબંધી કે પરિવારનો સભ્ય ફિલ્મો સાથે જોડાયેલું હોય. દાદામુની એટલે કે અશોક કુમારના પત્ની શોભા દેવી ભલે ફિલ્મોમાં ન દેખાયા હોય પણ તેઓ એ જમાનાના ફેમસ હિન્દી અને બંગાળી અભિનેત્રી છાયા દેવીના કઝીન બહેન એવા શોભા દેવીને પરણ્યા હતા.  ગુજરાતી ...

‘કાલે લગન છે?!’ કે આજે?

Image
પૂજા જોશી અને પરિક્ષીત તમાલિયાની જોડીને બીજીવાર મોટા પડદે જોવી લોકોને ગમશે લગનની સિઝન લગભગ શરૂ થઈ ગઈ છે. અનેક ગુજરાતી ઘરોમાં લગન માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હશે અને અનેક  લોકો તૈયારી શરૂ કરવાના હશે. જોકે ગુજરાતી ફિલ્મ જગતમાં પણ લગનનો વરતારો છવાયેલો છે. ‘હું અને તું’, ‘વાર તહેવાર’, ‘ઉડન છૂ’, ‘લગન સ્પેશિયલ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં લગનની તૈયારીઓ થતી અને લગન થતાં આપણે જોયા છે. આ સિરીઝમાં વધુ એક ફિલ્મ આજે જોડાઈ છે જેનું  નામ છે ‘કાલે લગન છે?!’    પરિક્ષીત તમાલિયા અને પૂજા જોશીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં પરિક્ષીત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક ઊપરાંત ઉમેશ બારોટ નાનકડો કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા, ડાયલૉગ્સ, સ્ક્રીનપ્લે હુમાયુ મકરાણીએ તૈયાર કરી છે. 2023 ના સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હું અને તું’ માં પહેલીવાર પરિક્ષીત અને પૂજાની જોડી મોટા પડદે જોવા મળી હતી અને આ તેઓની બીજી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા આયૂષ નામના યુવાનની આજુબાજુ ફરે છે જેના આવતીકા...

ટેક્નોલોજીના આધારે નક્કી થતા સ્પેશિયલ લગન એટલે ‘લગન સ્પેશિયલ’

Image
પ્રોડ્યુસર તરીકે મલ્હાર ઠાકરની આ પહેલી ફિલ્મમાં લગનવાળા ઘરમાં થતી માથાકૂટ, રાજીપો, ઉત્સાહ, થાક અને દરેક પ્રકારની લાગણીઓ માણવા મળશે લગનની સિઝન ચાલી રહી હોય અને એવામાં એક એવી ફિલ્મ આવે જેમાં લગનની જ વાત હોય તો એ ફિલ્મને ઓડિયન્સ વધાવી જ લેવાની. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ગુજરાતી ઓડિયન્સની મનપસંદ ઢોલીવુડ જોડીમાંની એક છે અને આ જોડીની ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ આજે નવમી ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી સાથે ફિલ્મ ‘ લગન સ્પેશિયલ ’ માં મિત્ર ગઢવી, રાગી જાની, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી, વૈભવી ભટ્ટ, ફિરોઝ ઈરાની, રૂપા મહેતા, નિજલ મોદી, રાહુલ રાવલ, ઉજ્જવલ દવે જેવા ખ્યાતનામ કલાકો જોવા મળશે.       ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ની વાત કરીયે તો આ ફિલ્મની વાર્તા લગનની તૈયારીઓથી શરૂ થાય છે જેમાં પોતે ઘણી છોકરીઓને રિજેક્ટ કર્યા બાદ અને ઘણી છોકરીઓથી રિજેક્ટ થયા બાદ ફાઇનલી શેખર મહેતા (મલ્હાર)ના લગન સુમન પરીખ (પૂજા) સાથે નક્કી થાય છે. પોતાના લગન માટે શેખર ઘણો ઉત્સુક છે અને દુનિયાને પોતાની આ સફળતા બતાવવા બેફામ ખર્ચા કરવા પણ તૈયાર છે. જ્યારે સુમન શેખરના આ ફાલતુ ખર્ચ...