Posts

Showing posts with the label Dhollywood

‘મારણ’ આજથી થિયેટરમાં

Image
વેબસરીઝમાંથી ફિલ્મરૂપે બનેલી આ ફિલ્મ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 72 મો નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે ગુજરાતી સિનેમા જગતમાં આજે ૭૨ માં નેશનલ ફિલ્મ્સ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કરી ચૂકેલી ફિલ્મ 'મારણ' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેના ટ્રેલરને ફરી એકવાર રિલીઝ કરવામાં આવ્યું હતું. 'બે યાર', 'રોંગ સાઇડ રાજુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'મારણ' તેની શક્તિશાળી વાર્તા, પ્રભાવશાળી સ્ક્રીનલે, અસરકારક સંગીત, અદ્ભુત લાઈટિંગ અને સંવેદનશીલતાને કારણે પોતાની એક અલગ છાપ ઊભી કરે છે. આ ઉપરાંત ફિલ્મ 'મારણ' સમાજમાં થતા હ્યુમન ટ્રાફિકિંગ અને બળજબરીથી કરાતા શોષણને અત્યંત પરિપક્વતા અને જવાબદારી સાથે રજૂ કરે છે. યશ સોની આ ફિલ્મમાં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનો નાયક જ ફિલ્મનો મુખ્ય ખલનાયક હોય એવી આ ફિલ્મમાં યશ રતન નામના પાત્રમાં જોવા મળશે. જ્યારે તેની સાથે દીક્ષા જોશી - બીરવા નામની એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે ઘણા વર્ષોથી ખોવાઈ ગઈ છે. રતનને તેના કુકર્મોમાં સાથ આપનાર બાબુ તરીકે શ્રૃહ...

બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યા છે નવા ગુજરાતી અભિનેતાઓ

Image
પ્રતીક ગાંધીએ કાઠું કાઠ્યું જેના બાદ આ ફાલ હવે જાનકી બોડીવાલા અને મિત્રા ગઢવી સુધી પહોંચ્યો છે અનેક એવા ગુજરાતી કલાકારો છે જે વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોની સાથે સાથે બોલીવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં તેઓ સફળ રહ્યા છે, પછી એ પરેશ રાવલ હોય કે રત્ના પાઠક શાહ. આ ફાલ આજના નવા અભિનેતાઓનો આગળ વધારી રહ્યા છે અને પ્રતીક ગાંધીથી માંડીને જાનકી બોડીવાલાએનું યોગ્ય ઉદાહરણ છે. જોવા જઈએ તો બોલીવુડને સાચવવામાં અને નાણાકીય દ્રષ્ટિએ સદ્ધર બનાવવામાં ગુજરાતીઓનો બહુ મોટો ફાળો છે. ગુજરાતી પ્રજા મોટાભાગે વ્યવસાયિક ક્ષેત્રે વધુ જાગ્રત રહેતી હોય છે અને કદાચ એટલે જ તેઓ કલાક્ષેત્રે વધારે ધ્યાન નથી આપી શકતા પણ એ કલાને પોષવા માટે નાણાકીય સહાય પહેલેથી કરતા આવ્યા છે. જે સમયે ફિલ્મો બનવાની શરૂઆત થઈ હતી એ સમયે અનેક ફિલ્મોમાં પ્રોડ્યુસરથી માંડીને ફાઇનૅન્સર સુધીની જવાબદારી આ ગુજરાતી ધંધાધારી પ્રજા જ ભજવતી હતી. ન માત્ર ફિલ્મો પણ જૂની રંગભૂમિના ભરણપોષણમાં પણ ગુજરાતીઓનો ફાળો અનેક રીતે નોંધવો રહ્યો. મનહર રસ કપૂર, વિજય ભટ્ટથી માંડીને અભિષેક શાહ, અભિષેક જૈન અને કૃષ્ણદેવ યાજ્ઞિક જેવા સક્ષમ ડ...

દર્શકો ગુજરાતી ફિલ્મોને ક્યારે પ્રાધાન્ય આપશે?

Image
ટોલીવૂડની જેમ આપણી પ્રજા પણ ઢોલીવૂડમાં બનેલી ફિલ્મોને પ્રાધાન્ય આપતી થાય એ અત્યંત જરૂરી છે એક સવાલ અવારનવાર પૂછવામાં આવતો હોય છે કે ગુજરાતી જનતા ખરેખર કેવા પ્રકારનો કોન્ટેન્ટ જોવા ઈચ્છે છે. જેના જવાબમાં મોટાભાગે કહેવાય છે કે ગુજરાતી પ્રજા ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવો કોમેડી, એક્શન, સસ્પેન્સ, થ્રિલર વગેરે કોન્ટેન્ટ જોવા અને માણવાની શોખીન છે. આ ઉપરાંત વળી બીજો પણ એક સવાલ કરવામાં આવે છે કે કઈ ભાષામાં તેમને આ કોન્ટેન્ટ જોવા ગમે છે? આ અતિશળ સરળ લાગી રહેલા પ્રશ્નનો જવાબ ઢોલીવૂડ માટે ક્યાંક આશ્ચર્યજનક હોઈ શકે છે. ગુજરાતી પ્રજાને પોતાની ભાષા કરતા અન્ય ભાષાની ફિલ્મોને ખાસ કરીને બોલીવૂડને પહેલા પ્રાધાન્ય આપે છે અને ગુજરાતી પ્રજાની આ જ આદતને લીધે ઢોલીવૂડના વિકાસમાં ક્યાંય બાધા આવી રહી છે એમ ચોક્કસ કહી શકાય છે.  આ વાતને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીયે તો ધારોકે એક દિવસમાં બે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એક ફિલ્મ બોલીવૂડના મેગાસ્ટારની છે અને બીજી ફિલ્મ ઢોલીવૂડના મેગાસ્ટારની છે. આ બંને અલગ અલગ ભાષાની ફિલ્મો એક સાથે, એક જ દિવસે રિલીઝ થઈ રહી હોવા છતાં ગુજરાતી પ્રજા પહેલા બોલીવૂડની ફિલ્...