Posts

Showing posts with the label Vandana Pathak

દરેકે જોવા જેવી પણ પુરુષોએ સમજવા જેવી ફિલ્મ એટલે ‘જલેબી રૉક્સ’

Image
જીવનમાં આવતી જલેબી જેવી ગોળ ગોળ મૂંઝવણોને સરળ ભાષામાં વ્યક્ત કરતી આ ફિલ્મ દરેક પરિવારની છે ફિલ્મ જગતમાં 20-25 વર્ષની નાયિકા અને તેમના ઉછાળા મારતા યૌવન પર અનેક ફિલ્મો બને છે પણ જ્યારે એ જ સ્ત્રી 40-50 વર્ષની ઉંમરમાં પહોંચે ત્યારે તેના જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અથવા તો જે સપનાઓ અધૂરા રહી ગયા હોય એ પૂરા કરવા શું તેને કોઈ મર્યાદા નડે છે અથવા તો તેને શારીરિક, માનસિક, સામાજિક અને અન્ય કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ મુદ્દાને અહીં કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. આ શબ્દો છે ઢોલીવૂડના નામાંકિત ડિરેક્ટર ચિન્મય પુરોહિતના જેમણે પોતાના આ વિચારને મોટા પડદા પર રજૂ કર્યા અને લઈને આવ્યા છે ફિલ્મ ‘જલેબી રૉક્સ’.  ફિલ્મનું નામ ‘જલેબી રૉક્સ’ કેમ છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાશે કે આ ફિલ્મ જલેબી જેવી ગોળ ગોળ વાતો નથી કરતી પણ મોટી ઉંમરે પહોંચ્યા બાદ મેનોપોઝને લઈને જે સમસ્યાઓનો, જે પીડાઓનો, ભોગ સ્ત્રીઓ બને છે એને એક અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. માસિક શરૂ થતા છોકરીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાતો સૌ કોઈ કરે છે પણ માસિક બંધ થ...

‘જય માતાજી લેટ્સ રૉક’માં મલ્હાર સાથે દેખાશે દાદીનો સ્વૅગ

Image
મનીષ સૈનીની આ ફિલ્મમાં મલ્હારના ચાર્મિંગ પર્ફોમન્સ સાથે દાદીનો સ્વૅગ લોકોને ગમી જાય એવો છે સામાજિક મુદ્દાઓને હાસ્ય સાથે જોડીને પ્રસ્તુત કરવામાં ફિલ્મમેકર મનીષ સૈનીનું નામ અચૂક લેવું પડે. સંજય મિશ્રાની જબરદસ્ત ફિલ્મ ‘ગીદ્ધ’ હોય કે પછી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘ઢ’ હોય કે પછી મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર અને હેમીન ત્રિવેદી અભિનીત ફિલ્મ ‘શુભ યાત્રા’ હોય. મનીષ સૈની દિગ્દર્શીત અને મલ્હાર ઠાકર અભિનીત વધુ એક ફિલ્મ આજે સિનેમા ઘરોમાં આવી ચૂકી છે જેનું નામ છે ‘જય માતાજી લેટસ રૉક’. ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ બાદ મલ્હારની આ વર્ષની આ બીજી ફિલ્મ છે જેમાં તેની સાથે વ્યોમા નંદી, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, શિલ્પા ઠાકર, સુનિલ વિશ્રાણી, અર્ચન ત્રિવેદી, આર્યા પ્રજાપતિ અને દાદીના મુખ્ય રોલમાં નીલા મુલ્હેરકર અભિનય કરતા જોવા મળશે. અમદાવાદ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મનું લખાણ, ડિરેક્શન અને એડિટિંગ મનીષ સૈની દ્વારા જ કરવામાં આવ્યું છે. જેમ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ મલ્હારની આ વર્ષની અત્યાર સુધીની બીજી ફિલ્મ છે એમ વંદના પાઠકની પણ આ વર્ષની અત્યાર સુધીની આ બીજી ફિલ્મ છે. ફિલ્મ ‘જય માતાજી લેટસ રૉક’ ...

ટોમ એન્ડ જેરી જેવા પિતા-પુત્રના સંબંધને દર્શાવશે ઓલ ધ બેસ્ટ પંડ્યા

Image
 આ વર્ષની મલ્હાર ઠાકની પહેલી ફિલ્મ દર્શકોને આકર્ષે એવી છે તો ખરી   કેટલાક સમય પહેલા જ પિતા અને પુત્રીના સંબંધને દર્શાવતી ફિલ્મ ‘પર્વત’ રિલીઝ થઈ હતી અને હવે આજે પિતા અને પુત્રના ખાટા મીઠા સંબંધને દર્શાવતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ રિલીઝ થઈ છે જેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરીયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ સિવાય અર્ચન ત્રિવેદી, ફિરોઝ ઈરાની, નિસર્ગ ત્રિવેદી, કર્તવ્ય શાહ, પ્રેમ ગઢવી અને શિવાની ભટ્ટ જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ‘વિકિડાનો વરઘોડો’ અને ‘લગ્ન સ્પેશિયલ’ જેવી મલ્હાર ઠાકરની સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજીયાની જોડી ફરી એકવાર મલ્હાર ઠાકરને કેન્દ્રસ્થાને રાખીને ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ ફિલ્મ લઈને આવી છે. આ ફિલ્મનો અનોખો કોન્સેપ્ટ અંકિત બ્રહ્મભટ્ટનો છે જેના થકી દર્શકોને પહેલીવાર મલ્હાર ઠાકર વકીલના રોલમાં જોવા મળશે. પ્રશાંત પટોસેના સંગીત નિર્દેશનમાં બનેલા ગીતો ફિલ્મમાં એક હળવું મનોરંજન ઉમેરે છે. ખાસ કરીને પિતા પુત્રના ખાટા મીઠા સંબંધોને દર્શાવતું ગીત ટોમ એન્ડ જેરી કૉમેડી ટચ આપે છે. કલાકારોની વાત કરીયે તો આ પહે...

સાત ગુજરાતી મહિલાઓ આજે ઓળંગશે 'ઉંબરો'

Image
મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની આ ગુજરાતી રિમેક શું ગુજરાતી ફિલ્મોની પહોંચ લંડન સુધી પહોંચતી કરશે?? ‘હેલ્લારો’ અને ત્યાર બાદ ‘કમઠાણ’ રિલીઝ કર્યા બાદ અભિષેક શાહ ‘ઉંબરો’ નામની મહિલાપ્રધાન ફિલ્મને આજે સિનેમાગૃહોમાં ઉતર્યા છે. ફિલ્મ ‘ઉંબરો’ સાત એવી મહિલાઓના પહેલા લંડન પ્રવાસની વાત છે જે દરમ્યાન તેઓ પોતાની જાતને ઓળખે છે અને પોતાના સપના જીવતી થાય છે.  આજે થિયેરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉંબરો’ જે સાત મુખ્ય મહિલાઓની આજુબાજુ ફરી રહી છે એમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા અને વિનીતા જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાતેય માથાભારે અને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને લંડનની સફરે લઈ જવાની જવાબદારી વિંગ્સ ટ્રાવેલના આર્જવ ત્રિવેદી અને સંજય ગલસારના માથે રહેવાની છે. વાસ્તવમાં ફિલ્મ ‘ઉંબરો’ એ 2021 માં આવેલી મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની ગુજરાતી રિમેક છે, જે હેમંત ધોમે દ્વારા દિગ્દર્શીત હતી. ફિલ્મની વાર્તા પણ તેમણે જ નક્કી કરી હતી જેને પછીથી ઈરાવતી કર્ણીકે શબ્દરૂપ આપ્યું હતું. ગુજરાતી વર્જન ‘ઉંબરો’ માં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ ખુદ અભિષેક શાહ અ...