Posts

Showing posts with the label Gujarati Novels

‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’ એટલે ઢોલીવૂડની માઇલસ્ટોન ફિલ્મો

Image
પન્નાલાલ પટેલની આ બંને નવલકથાઓ આજે પણ લોકહૈયે શ્વસે છે અને કદાચ એટલે જ આ વાર્તાઓ પરથી બનેલી ફિલ્મો પણ સફળતાના શિખરો સર કરવામાં અગ્રેસર રહી છે પાછલા લેખમાં આપણે પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ની વાત કરી હતી અને આ લેખમાં આપણે પન્નાલાલ પટેલની અન્ય બે નવલકથાની વાત કરવાના છીએ જેમના પરથી ગુજરાતી ફિલ્મો બની અને પ્રસિદ્ધી પણ પામી. આ બે નવલકથા છે ‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’. સૌથી પહેલા વાત કરીયે ‘માનવીની ભવાઈ’ નવલકથાની જે 1947 માં પ્રકાશિત થઈ હતી. ગુજરાતમાં 1899-1900 ની સાલમાં આવેલા છપ્પનિયા દુકાળ પર આધારિત આ નવલકથા વાસ્તવમાં તો કાળુ અને રાજુની પ્રેમકથા છે. કાળુ જે વાલા પટેલનો દીકરો છે અને રાજુ ગાલા પટેલની દીકરી છે. એકબીજાને પ્રેમ કરતાં આ પ્રેમી પંખીડાના લગ્ન તો બીજે કશે જ થઈ જાય છે પણ તેમની પ્રેમકથાની સાથે લેખકે દુકાળની અતિદુષ્કર પરિસ્થિતીનું જે શાબ્દિક વર્ણન કર્યું છે, એ વાર્તાને વધારે જીવંત બનાવે છે.  સાહિત્યની દ્રષ્ટિએ ‘માનવીની ભવાઈ’ એક અદ્ભૂત કહી શકાય એવી રચના છે અને કદાચ એટલે જ  મનુભાઈ પંચોળી 'દર્શક', ઉમાશંકર જોશી, સુન્દરમ્, અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, ચીમનલાલ ના...

‘મળેલા જીવ’ નવલકથા તરીકે હિટ પણ ફિલ્મ તરીકે નહીં

Image
પન્નાલાલ પટેલની આ વાર્તા પરથી રૂપિયા 80,000 માં ફિલ્મ બની તો ખરી તેમ છતાં મુદલ પણ રિકવર ન કરી શકી           ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સાહિત્ય જગતને આજે જરા દૂરનો સંબંધ છે એમ કહી શકાય. આમ કહેવાનું કારણ માત્ર એટલું કે આજની તારીખમાં તમને ગુજરાતી ફિલ્મ જગતમાં ગુજરાતી સાહિત્ય જગત સાથે સંકળાયેલી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. એક સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં એવી ફિલ્મો બનતી, કે જેમાં ખુદ એ સાહિત્યકાર રસ લેતા અને પોતાનું યેન કેન પ્રકારેણ યોગદાન પણ આપતા.  ગુજરાતી સાહિત્ય જગતના એક એવા સર્જક અને એના સર્જનની આજે વાત કરવી છે જેમની નવલકથા લગભગ 20થી પણ વધારે વખત પુનઃપ્રકાશિત થઈ ચૂકી છે, અનેક ભાષામાં એ નવલકથાના અનુવાદ પણ થયા છે અને રંગમંચથી માંડીને સિનેમા સુધી પોતાનો જાદુ બિખેરવામાં સક્ષમ રહી છે. આ સર્જકની 34મી પુણ્યતિથી છઠ્ઠી એપ્રિલે જ વીતી છે માટે તેમને યાદ કરતા તેમની નવલકથાઓની વાત કરવાનું એક સરસ ઉપક્રમ આપણને સાંપડ્યું છે. આ સર્જક છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પન્નાલાલ પટેલ અને તેમનું સર્જન છે ‘મળેલા જીવ’. ‘મળેલા જીવ’ નવલકથા પરથી કરવામાં આવેલા પ્રયોગો અને ...

ગુજરાતી ફિલ્મો જોનારો વર્ગ આજે બદલાયો છે અને વાર્તા પણ બદલાઈ છે

Image
સમયાંતરે ફિલ્મોની વાર્તા હવે સંતો, નવલકથાઓ જ નહીં પણ સામાજિક મુદ્દા,  અંધશ્રદ્ધા, સસ્પેન્સ, પ્રેમ ત્રિકોણ જેવા અનેક મુદ્દાઓ પર બની રહી છે જેથી કરીને  એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય અને ફિલ્મને સફળ બનાવી શકાય ગુજરાતી ફિલ્મોની વાત કરો તો આજની યુવા પેઢીમાંથી ગણ્યા ગાઠ્યા એવા યુવાઓ મળશે જે ગુજરાતી ફિલ્મો જોતા હશે. હા, જો આ ગુજરાતી ફિલ્મો વિશે આપણે એ પેઢીને પૂછીયે જે આજે માતા-પિતા કે દાદા-દાદી બની ચૂકી છે, તો તેમની પાસેથી અદ્ભૂત ખજાનો જાણવા અને માણવા મળી શકે છે. જોકે આજે ગુજરાતી ફિલ્મોની રજૂઆત અને વાર્તા મહદઅંશે બદલાઈ ગઈ છે, તેમ છતાં આવો નજર કરીએ ગુજરાતી વાર્તાનાએ બદલાતા રૂપરંગની. ગુજરાતી ફિલ્મોના એ જૂના દિવસો યાદ કરીયે તો છેક 1932માં જવું પડે જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ “ નરસિંહ મહેતા ” રિલીઝ થઈ હતી. સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ શરૂઆત બાદ ગુજરાતી ફિલ્મોની ગાડી કાચબાગતિએ આગળ વધી રહી હતી પણ સ્વતંત્રતા સંગ્રામ અને વિશ્વયુદ્ધને લીધે કેટલાય વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો બનાવવામાં નહોતી આવી. આ મુદ્દાઓ થાડે પડ્યાના કેટલાક...