અભિનય ક્ષેત્રે રંગભૂમિ અને સિનેમામાં માત્ર માધ્યમનો ફરક છે
અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીએ કેટલાક વર્ષ રંગભૂમિ પર પસાર કરવા જોઈએ જેથી કરીને પોતાના મનગમતા કામકાજની બારીકી શીખવા મળે બુધવારે રંગભૂમિના કલાકારો અને ચાહકવર્ગે વર્લ્ડ થિયેટર ડે ઉજવ્યો. અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે આપણે ગુજરાતી ભાષી જનતા તરીકે ખરેખર નસીબવંતા છીએ કે આપણે રંગભૂમિના પ્રયોગોને જીવંત માણી શકીયે છીએ, જોકે કોરોનાકાળ બાદ હજુ પણ રંગભૂમિ વ્યવસ્થિતપણે બેઠી થવા પ્રયાસ કરી રહી છે. એવામાં ઘણાં કલાકારો આજે રંગભૂમિથી સિરીયલ્સ અને સિનેમા તરફ વળી રહ્યા છે, જેમાંના કેટલાક કલાકારોની આજે આપણે વાત કરશું. આમ તો અઢળક રંગભૂમિના કલાકારો એવા છે જે ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે તેમ છતાં આ સ્વિચઓવર કોણે, ક્યારે શરૂ કર્યું એ કહેવું અઘરું છે. રંગભૂમિ સાથે જોડાયેલા કલાકાર અને ફક્ત સિરીયલ્સ અને ફિલ્મો કરતા કલાકારો વચ્ચેનો ફરક સામાન્યપણે જોવા મળી જ જતો હોય છે. નસીરુદ્દીન શાહ અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે એ કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તેમના નામ અને કામ પરથી જ તેમના અભિનયનો પરચો મળી રહે છે. ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો એમાંથી અનેક કલાકારો આપણને એવા મળશે જે રંગભૂમિ સાથે...