Posts

Showing posts with the label Jhat jao chandan haar lao

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

Image
આ ફિલ્મના સાતેય ગીતો સુપરહિટ રહ્યા, એમાં પણ એક ગીત એવું જે ગઈ કાલે 97મી વર્ષગાંઠ ઉજવી 98માં વર્ષે પ્રવેશ કરી ચૂક્યું છે, તેમ છતાં આજે પણ એ ગીતની રમણીયતા યથાવત્ છે ઢોલીવૂડના પીટારામાંથી આજે વાત કરવી છે 1963માં આવેલી એક એવી ફિલ્મની જે એક પ્યોર બોલીવૂડ મસાલા ફિલ્મ જેવી જ હતી. આ ફિલ્મની વાર્તા સાધારણ હોવા છતાં તે લોકોના દિલમાં આજે પણ યાદગાર એવું અમૂલ્ય સ્થાન ધરાવે છે. ફિલ્મનું ગીત-સંગીત તેના પ્રબળ પાસા હતા જેને લીધે ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ‘અખંડ સૌભાગ્યવતી’. આ ફિલ્મની સફળતામાં માત્ર એના ગીત-સંગીત જ નહીં પરંતુ દમદાર ડાયલોગ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1963માં રજત ફિલ્મ્સ દ્વારા ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ બનાવવામાં આવી હતી જેનું દિગ્દર્શન કર્યું હતું મનહર રસકપુરે. આ ફિલ્મની વિગતવાર વાત શરૂ કરતા પહેલા ફિલ્મમાં યોગદાન આપનારા વ્યક્તિઓને જાણી લઈએ. ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં બોલીવૂડની ફેમસ પણ મૂળ ગુજરાતી અભિનેત્રી આશા પારેખ અને મેહશ કુમારની જોડી જોવા મળી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ, આગા, ઉમાકાંત, પદ્મારાણી, દેવિકા રોય, ચંદ્રવદન ભટ્ટ, શમ્મી જી...