Posts

Showing posts with the label Summary of 2023

ઢોલીવુડે 2023માં સફળતાના દરેક ચેકબોક્સમાં પૂરા માર્ક્સ મેળવ્યા છે

Image
કચ્છ એક્સપ્રેસથી માંડીને હરિ ઓમ હરિ સુધીની આ સફરમાં હું ઈકબાલ, વશ, શુભ યાત્રા અને 3 એક્કા જેવી અનેક ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી છે. વર્ષ 2023, હવે ગણતરીના કલાકોનો મહેમાન છે અને ત્યાર બાદ એ કાયમ માટે ઈતિહાસના પાનામાં ધરબાઈ જશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતી ફિલ્મ જગતની ચર્ચા કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે આ વર્ષને યાદ કરવામાં આવશે. વર્ષ 2023માં ગુજરાતી ફિલ્મ જગતે અનેક એવી વાર્તાઓ આપી છે જેણે આપણને મનભરીને હસાવ્યા છે, રડાવ્યા છે અને ખાસ તો વિચારતા મૂકી દીધા છે. આ વર્ષે અંદાજે 50 થી પણ વધારે કમર્શિયલ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી મોટાભાગની ફિલ્મો દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ રહી હતી. હિતેન કુમાર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા જેવા પીઠ અભિનેતાથી માંડી મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, રોનક કામદાર અને શરમન જોશી જેવા યુવા કલાકારોએ પણ પોતાના અભિનયથી લોકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.   ઢોલીવુડની આ રિલીઝને ત્રણ-ત્રણ મહિના ચાર ક્વૉર્ટરમાં વિભાજીત કરીને વાત કરીયે તો વર્ષની શરૂઆત જ એક ધમાકેદાર ફિલ્મ થઈ હતી જેમાં સ્ત્રીસશક્તિકરણની વાત ખૂબ જ સરળ પણ ...