Posts

Showing posts with the label Vash

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’

Image
પાર્ટ 2 ને વધારે સફળ બનાવવા અને વાર્તાને ફરીથી સજીવન કરવા ‘વશ’ પાર્ટ 1  22મી ઓગસ્ટે થશે રી-રિલીઝ  તાજેતરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મને નૅશનલ એવોર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘વશ’ ને અને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે જાનકી બોડીવાળાને આ જ ફિલ્મ માટે નૅશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને હવે આ જ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘વશ લેવલ 2’ ગણેશ ચતુર્થી ના દિવસે એટલે કે 27મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યો છે.  ગણેશ ચતુર્થીના શુભ દિવસે ‘વશ લેવલ 2’ સાથે ‘બચુની બેનપણી’ નામની ફિલ્મ પણ રિલીઝ થવાની છે જેની વાત આપણે આવતા લેખમાં કરીશું પણ આજે આપણે ‘વશ લેવલ 2’ ની વાત કરીશું. સૌથી પહેલા તો એ જાણીયે કે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો એવો કોઈ કમાલ કરી શકી ન હતી, પણ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પહેલા જ માઉથ પબ્લિસિટીના લીધે દર્શકોને ગમવા લાગી હતી. ખાસ કરીને હિતેન કુમાર અને જાનકી બોડીવાલાની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીયે તો અંદાજે ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ સુપર નેચરલ સાયકોલો...

ગુજરાતી ફિલ્મો સાથે તેની રિમેક પણ સફળ થઈ રહી છે

Image
ગુજરાતી ફિલ્મ ‘ વશ ’ ની રિમેક ‘શૈતાન’ બની પણ એ પહેલાં અનેક એવી ગુજરાતી ફિલ્મો અને નાટકો છે જેના પરથી બોલીવૂડમાં રિમેક બની અને એ સફળ પણ રહી છે ફિલ્મ મેકિંગ એક એવો વિષય છે જ્યાં કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ આંતરરાષ્ટ્રીયસ્તરે જવાની ક્ષમતા રાખે છે. એમાં પણ એકને એક વાર્તા અલગ અલગ કલાકારો સાથે ફરીથી નવા વર્જનમાં દર્શકો સામે ઘણીવાર પ્રસ્તુત કરવામાં આવે છે. એમાં પણ ફિલ્મની વાર્તા જો મેજદાર હોય તો એની રિમેક બનતા વાર નથી લાગતી પછી એ ‘દેવદાસ’ હોય કે ‘દ્રશ્યમ’. રિમેકનો આ સિલસીલો છેલ્લાં ઘણા વર્ષોથી ધમધોકાર ચાલી રહ્યો છે. હજુ ગયા અઠવાડિયે મહિલા દિને જ ગુજરાતી સુપરનેચરલ ફિલ્મ ‘ વશ ’ ની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થઈ હતી જેણે ઘણાં નોન-ગુજરાતી ભાષી દર્શકોના દિલ જીત્યા. માત્ર ‘વશ’ જ નહીં, પણ એવી અનેક ગુજરાતી ફિલ્મો છે, ગુજરાતી વાર્તા અને નાટકો છે જેના પરથી અન્ય ભાષામાં રિમેક બનાવવામાં આવી છે અને પ્રોડ્યુસરોને નફો કરાવતી રહી છે. આજે આપણે કેટલીક એવી રિમેક પર નજર કરીયે. પાછલા લેખમાં આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરી હતી જેને લગભગ 15 વર્ષમાં ત્રણ વાર બનાવવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતમાં કદા...

ફિલ્મનો પ્રચાર-પ્રસાર (માર્કેટિંગ) કરવામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈનાથી પણ પાછળ પડે એવી નથી

Image
  ફિલ્મ હું ઈકબાલ માટે તો ઈકબાલના કોસ્ચ્યુમ પહેરાવીને કેટલાક લોકોને અમદાવાદમાં ફેરવ્યા હતા અને લોકોને લાગ્યું પણ એવું કે સાચો ઈકબાલ અહીંયા જ કશે ફરી રહ્યો છે.   બજારમાં જ્યારે કોઈ નવો પ્રોડક્ટ આવે ત્યારે કંપનીઓ તેના ફીચરને વારંવાર દેખાડી દેખાડીને તેનું આકર્ષક માર્કેટિંગ કરતી હોય છે , જોરદાર જાહેરા તો કરતી હોય છે. ફિલ્મોમાં પણ આવું જ કાંઈક છે. આપણે અહીં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નથી કરી રહ્યાં પણ ગુજરાતી ફિલ્મની વાત કરી રહ્યા છે જ્યાં આજે દરેક આવનારી નવી ફિલ્મની માર્કેટિંગ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવી રહી છે. ગુજરાતી સિને જગત આજે ઓડિયન્સને પસંદ આવે એવો કોન્ટેન્ટ આપી રહી છે. કોમેડીથી માંડીને સસ્પેન્સ સુધી અને સામાજિક મુદ્દાઓથી માંડીને સાહિત્ય સુધીના અનેક વિષયો ફિલ્મો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે. એવામાં દરેક ફિલ્મ માટે એક ચોક્કસ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે , જેથી કરીને ફિલ્મને સુપરહિટ બનાવી શકાય અને ઈચ્છિત નફો મેળવી શકાય. અહીં કેટલીક ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ ૨૦૨૩ માં આવેલી પલ્લવ પરીખ દિગ્દર્શિત ...