Posts

Showing posts with the label Influencers

ઢોલીવુડમાં વધી રહ્યો છે ઇન્ફ્લ્યુએન્સર્સનો દબદબો

Image
આ વિવાદાસ્પદ વિષયને લીધે ફિલ્મીક્ષેત્ર બે વર્ગમાં વહેંચાયેલો છે જેમાંનો એક વર્ગ ઇન્ફ્લ્યુએન્સર્સને કલાકાર તરીકે સ્વીકારે છે જ્યારે બીજો નહીં... એક સમયમાં બોલીવૂડ હોય કે ઢોલીવૂડ સાહિત્ય, સંસ્કૃતિ અને લોકવારસાને આગળ જાળવી રાખવા માટે નાટકો થતા. નટ અને નટી સાથે મળીને ભવાઈ અને ધીમે ધીમે નાટકો કરવા લાગ્યા. સમય જતા મનોરંજનના સંસાધનો વધ્યા. ફિલ્મો અને ટીવી સિરીયલ્સ શરૂ થઈ. આજની તારીખમાં ભલે ટીવીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હોય પણ એ નટ-નટીઓએ પોતાનું સ્થાન લગભગ ગુમાવી દેવું પડ્યું છે. ટીવીને પણ ટક્કર આપે એવું સોશ્યિલ મીડિયા આજે દરેક વ્યક્તિના હાથમાં આવી જતા મનોરંજનના જાણે ભૂક્કા બોલાઈ ગયા છે.  આપણે અનેક નામાંકિત ફિલ્મી કલાકારોને ઇન્ટરવ્યૂમાં કહેતા સાંભળ્યા હશે કે પહેલા તેઓ બે-ત્રણ શિફ્ટમાં ફિલ્મની શૂટિંગ કરતા. ફિલ્મ રિલીઝ થાય ત્યારે માત્ર પ્રિમીયર યોજાતા અને પછી બીજી ફિલ્મના શૂટિંગમાં લાગી જતા. પહેલી ફિલ્મ હિટ થઈ કે ફ્લોપ થઈ એના આંકડા કે એની કોઈ જ માહિતી તેમના સુધી સરળતાથી પહોંચતી નહીં. ફિલ્મ રિલીઝના થોડા ઘણાં સમય પછી તેમને ખબર પડતી ફિલ્મ સફળ થઈ છે કે નહીં. ટૂંકમાં એક ફિલ્મમાં ...