Posts

Showing posts with the label Gujarati Films in 2024

આ મહિને સામાજીક મુદ્દાઓને લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મો

Image
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટેન્શન ફ્રી એન્ટરટેઇમેન્ટ માણ્યા બાદ હવે માર્ચ મહિનામાં સામાજીક મુદ્દાઓને વ્યક્ત કરતી ફિલ્મો આવી રહી છે ગુજરાતી સિનેમા જગત માટે વર્ષ 2024ના શરૂઆતના બે મહિના સારા રહ્યા એમ કહી શકાય. આ બે મહિનામાં કુલ 10 ફિલ્મ રિલીઝ થઈ જેમાંથી સાત ફિલ્મ અર્બન કોન્ટેન્ટવાળી રહી અને ત્રણ ફિલ્મ રૂરલ કોન્ટેન્ટવાળી. હવે આજથી શરૂ થઈ રહેલા માર્ચ મહિનામાં કુલ ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે. આગળ વધતા પહેલા છેલ્લા બે મહિના પર નજર કરીયે તો જાન્યુઆરીમાં આવેલી યશ સોની અને તર્જની ભાડલાની ‘ ડેની જીગર ’ ધાર્યા પ્રમાણે ઓડિયન્સને આકર્ષી ન શકી અને ફ્લોપ રહી, જેનો લાભ રોનક કામદાર અને માનસી પારેખની ફિલ્મ ‘ઇટ્ટા-કિટ્ટા’ને મળ્યો. આ ફિલ્મે સફળતાના દરેક સોપાન સર કર્યા અને દર્શકોના મનમાં પણ સ્થાન મેળવ્યું. ‘ઇટ્ટા-કિટ્ટા’ સાથે ‘મારા પપ્પા સુપરહીરો’ ની ક્લેશ થઈ હતી જેમાં શ્રદ્ધા ડાંગર અને અભિનય બેન્કરે અભિનય કર્યો હતો. એક સારા વિષય સાથે આવેલી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ ‘ઇટ્ટા-કિટ્ટા’ જેટલી સફળતા નહોતી મેળવી શકી પણ ઇન્ટરનૅશનલ લેવલે ઘણી નામના મેળવી ચૂકી હતી. ફેબ્રુઆરીમાં ‘કમઠાણ’, ‘...

2024માં મનોરંજનનો નવો ફ્લેવર લઈને આવી રહી છે ઢોલીવુડની ફિલ્મો

Image
ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ માટે જૂન સુધીની તારીખ લગભગ નક્કી કરી લીધી છે જેમાં ડેની જીગર આજે રિલીઝ થઈ ચૂકી છે અને હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અન્ય ફિલ્મોની ઢોલીવુડે 2023માં જે પ્રમાણે ફિલ્મો આપી મનોરંજન પૂરુ પાડ્યું છે, એ પ્રમાણેનું મનોરંજન 2024માં પણ યથાવત્ રહેશે, એ વાતની ખાતરી છે. કેમ કે વર્ષ 2024 શરૂ થતાં પહેલા જ ફિલ્મ નિર્માતાઓએ જૂન 2024 સુધીની પોતાની ફિલ્મોની તારીખો લગભગ નક્કી કરી લીધી છે. ઢોલીવુડે 2023માં અનેક એવા વિષયો પર ફિલ્મ બનાવી જેણે ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે 2024માં એવી અનેક ફિલ્મો હરોળબંધ આવવાની તૈયારીમાં છે, જે દર્શકોને જકડી રાખશે. આ વાત કહેવામાં કોઈ બેમત નથી કારણ કે આવનારી ફિલ્મોના જાહેર કરાયેલા ટીઝર અને ટ્રેલરને જે પ્રમાણે પ્રતિસાદ મળ્યો છે, એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. સ્વાભાવિક છે કે નવા વર્ષમાં દર્શકો એવી ફિલ્મો જોવા માંગશે જે તેમને મનોરંજન પૂરુ પાડવાની સાથે કંઈક શીખવે, ટેન્શન ફ્રી કરી શકે તો વળી ક્યારેક ઈતિહાસના વીસરાઈ ગયેલા પાના ફરીથી વાંચી સંભળાવે. ચાલો એક નજર કરીયે આ નવા વર્ષમાં આવનારી ફિલ્મો પર. આજે નવા વર્ષના પહેલા શુક્રવારની સાથે કૃષ્ણદેવ ...