Posts

Showing posts with the label June 2026

નલિની જયવંતની એકમાત્ર ગુજરાતી ફિલ્મ એટલે 'વારસદાર'

Image
આ એક ફિલ્મ થકી નલિની જયવંતે ગુજરાતી ફિલ્મોમાં પોતાની છાપ છોડી અને ગીતને પોતાનો સ્વર પર આપ્યો ગુજરાતી ફિલ્મજગતમાં ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ 'વારસદાર' એક મહત્વપૂર્ણ સામાજિક ફિલ્મ તરીકે આજની તારીખે પણ ઓળખાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગનલાલ ઠક્કરે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ લક્ષ્મીચંદ શાહે શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું હતું. ફિલ્મની કથા દામુ સાંગાણીએ લખી હતી અને સંગીત ગુજરાતી ફિલ્મસંગીતના પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મ 'વારસદાર' માં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ અને તેના ભત્રીજા વિનય (હરસુખ કિકાણી) ની આસપાસ ફરે છે જે બેરોજગાર હોવાથી બિહારીલાલની સાથે રહે છે. આ દરમિયાન વિનયનો પરિચય નીલા (નલિની જયવંત) નામની યુવતી સાથે થાય છે. સટ્ટામાં ઘણાં પૈસા ગુમાવી ચૂકેલા નીલાના કાકા જયપ્રસાદ નીલાના લગ્ન નિઃસંતાન એવા બિહારીલાલ કરાવવાની યોજના બનાવે છે. નીલાને તેના કાકાની આ યોજના વિશે ખબર પડતા તે વિનયને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરે છે પણ, વિનય બિહારીલાલની મંજૂરી વિના કો...

ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ

Image
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી  ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.  સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ ...

ઢોલીવૂડને પુર્નજીવીત કરવામાં ‘જેસલ તોરલ’ મોખરે

Image
1971 માં રિલીઝ થેયલી ફિલ્મ વિશે સૌ કોઈ જાણે છે પણ 1948 ની ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે લોકકથાઓ પર બનતી ફિલ્મો હંમેશા સફળ રહે છે. ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાને ચમકાવતી સુપરહીટ ફિલ્મ ‘જેસલ તોરલ’ સૌ કોઈને યાદ હશે પણ ભાગ્યે જ લોકોને ખબર હશે કે 1971 માં આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા 1948 માં આ જ નામે પહેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. 1948 માં નિર્માતા પી.બી. ઝવેરીના કીર્તિ પીક્ચર્સ દ્વારા ‘જેસલ તોરલ’ નામની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું ડિરેક્શન ચતુર્ભુજ દોશીએ સંભાળ્યું હતું. આ ગીતના સંવાદો ગીતો અને તેની વાર્તા પ્રફુલ દેસાઈએ લખી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં રાણી પ્રેમલતા સતી તોરલના પાત્રમાં જોવા મળી હતી જ્યારે છન્ના લાલ, ચીમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમીલ અને મૂળચંદ (ખીચડી) જેવા કલાકારો અન્ય પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.  આ ઉપરાંત 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ ની વાત કરીએ તો આ એક એવી ફિલ્મ હતી જેણે ઢોલીવૂડના પુર્નજન્મમાં પાયાની ભૂમિકા ભજવી. ન માત્ર એટલું જ પણ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેને આ ફિલ્મ બ...