Posts

Showing posts with the label National Award 2026

‘મારણ’ આજથી થિયેટરમાં

Image
વેબસરીઝમાંથી ફિલ્મરૂપે બનેલી આ ફિલ્મ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 72 મો નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે ગુજરાતી સિનેમા જગતમાં આજે ૭૨ માં નેશનલ ફિલ્મ્સ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કરી ચૂકેલી ફિલ્મ 'મારણ' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેના ટ્રેલરને ફરી એકવાર રિલીઝ કરવામાં આવ્યું હતું. 'બે યાર', 'રોંગ સાઇડ રાજુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક જૈન દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'મારણ' તેની શક્તિશાળી વાર્તા, પ્રભાવશાળી સ્ક્રીનલે, અસરકારક સંગીત, અદ્ભુત લાઈટિંગ અને સંવેદનશીલતાને કારણે પોતાની એક અલગ છાપ ઊભી કરે છે. આ ઉપરાંત ફિલ્મ 'મારણ' સમાજમાં થતા હ્યુમન ટ્રાફિકિંગ અને બળજબરીથી કરાતા શોષણને અત્યંત પરિપક્વતા અને જવાબદારી સાથે રજૂ કરે છે. યશ સોની આ ફિલ્મમાં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનો નાયક જ ફિલ્મનો મુખ્ય ખલનાયક હોય એવી આ ફિલ્મમાં યશ રતન નામના પાત્રમાં જોવા મળશે. જ્યારે તેની સાથે દીક્ષા જોશી - બીરવા નામની એક એવી છોકરીનું પાત્ર ભજવે છે જે ઘણા વર્ષોથી ખોવાઈ ગઈ છે. રતનને તેના કુકર્મોમાં સાથ આપનાર બાબુ તરીકે શ્રૃહ...