બચુની બેનપણી કરાવશે બેંગકોકની સફર
બેંગકોકની સુંદરતા અને બચુભાઈની મસ્તી ફિલ્મને મજેદાર બનાવે છે ગુજરાતી સિનેમા જગત માટે 27 મી ઓગસ્ટ ખાસ દિવસ રહ્યો હતો કેમ કે આ દિવસે બે મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો. એકબાજુ 27 મી ઓગસ્ટે નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'વશ'નો પાર્ટ 2 રિલીઝ થયો હતો અને બીજીબાજુ સિદ્ધાર્થ રાંદેરિયાની ધમાકેદાર કોમેડી ફિલ્મ 'બચુની બેનપણી' પણ રિલીઝ થઈ હતી. કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા ગણેશ ચતુર્થીના દિને 'બચુની બેનપણી' નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે રત્ના પાઠક શાહ, દેવર્ષી શાહ, યુક્તિ રાંદેરિયા, ગોપી દેસાઈ અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે. ગુજરાતી સિનેમા જગતની એકમાત્ર ફિલ્મ જે 2000 અઠવાડિયાથી થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે - 'ચાલ જીવી લઈએ' - કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા જ બનાવવામાં આવી હતી અને એમાં પણ સિદ્ધાર્થભાઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ચાલ જીવી લઈએ' માં ઉત્તરાખંડની સુંદરતાને વાર્તામાં વણી લેવામાં આવી હતી અને અહીં 'બચુની બેનપણી' માં બેંગકોકના રમણીય દ્રશ્યોને સાંકડી લેવામા...