Posts

Showing posts with the label Kuku Bole Koyaldi

એ હાંભળો સો... રામલો અને રતન પાછા આવ્યા સે

Image
ઢોલીવૂડની સૌથી મોંઘી કહેવાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ નવા રૂપરંગ સાથે આજથી થઈ રી-રિલીઝ જય અને વીરુની વાત કરો તો ‘શોલે’ (1975) ફિલ્મ યાદ આવે, રાજ અને સીમરનની જોડી યાદ કરો તો ‘ડીડીએલજે’ (1995) પિક્ચર યાદ આવે,  એ જ પ્રમાણે રામ અને રતનની વાત કરો તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (2001) ફિલ્મ યાદ આવે અને આ ફિલ્મને આજે યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજે 25 વર્ષે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ એક નવા રૂપરંગમાં રી-રીલીઝ થઈ રહી છે. ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં મેગાસ્ટાર હિતેન કુમાર સાથે આનંદી ત્રિપાઠી (મૂળ નામ અપેક્ષા) ની જોડી ખૂબ વખાણવામાં આવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જયેન્દ્ર મહેતા, જેમીની ત્રિવેદી, ચારુબેન પટેલ, દુર્ગા ભટ્ટ, રેખા પરમાર, મહેશ જોશી, ઝાકીર ખાન, નિલેશ સુખડિયા, કેસ્ટો ઈકબાલ, દિનેશ લાંબા અને મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની જોવા મળ્યા હતા જ્યારે બાળ કલાકાર તરીકે જીગ્નેશ ગાંગાણી અને તુષારિકા રાજ્યગુરૂએ અભિનય કર્યો હતો. તુષારિકા રાજ્યગુરૂ આજની તારીખમાં આપણને ગુજરાતી સિનેમા જગતમાં અનેક ફિલ્મોમાં અભિનેત્રી જોવા મળી છે જેમાં ‘ત્રણ એક્કા’ (...