Posts

Showing posts with the label Sanjay Galsar

પરિવારની રક્ષા કરવા હંમેશા અડગ રહે છે ‘ડેડા’

Image
માની મમતા પર ઘણી ફિલ્મો બની છે પણ એક પિતાના સંઘર્ષ અને તેની માનકિસ મથામણ પર વાત કરતી ઘણી ઓછી ફિલ્મો બને છે ફિલ્મ જગતમાં મોટાભાગે એક મા અને એના સંઘર્ષને લઈને ઘણી બધી વાર્તાઓ બની છે પણ એક પિતાના સંઘર્ષની અને એના દ્રષ્ટિકોણને રજૂ કરતી ઘણી ઓછી ફિલ્મો આપણને જોવા મળે છે. હજુ ગયા અઠવાડિયે જ ઢોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જલેબી રૉક્સ’ એ મહિલાઓના મનની અને તકલીફની વાત મોટા પડદે રજૂ કરી હતી અને આજે આપણા જ ઢોલીવૂડમાં એક પિતા બનવા જઈ રહેલી વ્યક્તિની વાત અને એના સંઘર્ષને રજૂ કરતી ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ‘ડેડા’.  પહેલા તો ‘ડેડા’ શીર્ષક સાંભળવામાં થોડું અલગ લાગે પણ એની પાછળનો ભાવાર્થ જોઈએ તો ખબર પડે કે બાળક જ્યારે જન્મે છે, ત્યારે તે તેના પિતાને પોતાની કાલીઘેલી ભાષામાં ડેડા કરીને જ બોલાવતું હોય છે અને આ ફિલ્મમાં પણ બાળકના જન્મ વખતે એક પિતાની જે માનસિકતા હોય છે, તેના મનની જે મૂંઝવણ હોય છે એ દર્શાવવામાં આવી છે.    ફિલ્મ ‘ડેડા’ બ્રિજરાજ એન્ટરટેઇનમેન્ટ અને ટીએન એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે જેમાં ગૌરવ પાસવાલા અખિલ પરીખ નામના પાત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘સરપ્રા...

સાત ગુજરાતી મહિલાઓ આજે ઓળંગશે 'ઉંબરો'

Image
મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની આ ગુજરાતી રિમેક શું ગુજરાતી ફિલ્મોની પહોંચ લંડન સુધી પહોંચતી કરશે?? ‘હેલ્લારો’ અને ત્યાર બાદ ‘કમઠાણ’ રિલીઝ કર્યા બાદ અભિષેક શાહ ‘ઉંબરો’ નામની મહિલાપ્રધાન ફિલ્મને આજે સિનેમાગૃહોમાં ઉતર્યા છે. ફિલ્મ ‘ઉંબરો’ સાત એવી મહિલાઓના પહેલા લંડન પ્રવાસની વાત છે જે દરમ્યાન તેઓ પોતાની જાતને ઓળખે છે અને પોતાના સપના જીવતી થાય છે.  આજે થિયેરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉંબરો’ જે સાત મુખ્ય મહિલાઓની આજુબાજુ ફરી રહી છે એમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચેતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા અને વિનીતા જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાતેય માથાભારે અને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને લંડનની સફરે લઈ જવાની જવાબદારી વિંગ્સ ટ્રાવેલના આર્જવ ત્રિવેદી અને સંજય ગલસારના માથે રહેવાની છે. વાસ્તવમાં ફિલ્મ ‘ઉંબરો’ એ 2021 માં આવેલી મરાઠી ફિલ્મ ‘જિમ્મા’ ની ગુજરાતી રિમેક છે, જે હેમંત ધોમે દ્વારા દિગ્દર્શીત હતી. ફિલ્મની વાર્તા પણ તેમણે જ નક્કી કરી હતી જેને પછીથી ઈરાવતી કર્ણીકે શબ્દરૂપ આપ્યું હતું. ગુજરાતી વર્જન ‘ઉંબરો’ માં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ ખુદ અભિષેક શાહ અ...

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

Image
માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે.  ‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં મા નસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટક...